Gaudium IVF IPO: બાળક માટે વલખાં મારતા દંપતીઓની આશા હવે રોકાણકારોની કરાવશે કમાણી, 20 ફેબ્રુઆરીએ ખુલશે આઈપીઓ
Gaudium IVF IPO: ફર્ટિલિટી સેક્ટરની જાણીતી કંપની Gaudium IVFનો IPO 20 ફેબ્રુઆરીએ આવી રહ્યો છે. 75-79 રૂપિયાની પ્રાઈસ બેન્ડ સાથે આ ઈશ્યુમાં રોકાણ કરતા પહેલા તેની દરેક મહત્વની વિગતો અહીં વાંચો.
Gaudium IVF IPO: ફર્ટિલિટી સેક્ટરની જાણીતી કંપની Gaudium IVFનો IPO 20 ફેબ્રુઆરીએ આવી રહ્યો છે.
Gaudium IVF IPO: શેરબજારમાં ફરી એકવાર આઈપીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ વખતે હેલ્થકેર સેક્ટરમાંથી એક મોટી તક રોકાણકારો માટે આવી છે. ફર્ટિલિટી અને વુમન હેલ્થ ક્ષેત્રે કાર્યરત જાણીતી કંપની Gaudium IVF (ગૌડિયમ આઈવીએફ) પોતાનો આઈપીઓ લઈને આવી રહી છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ કંપનીની વિગતો તપાસવી તમારા માટે જરૂરી છે.
ક્યારે ખુલશે IPO?
ગૌડિયમ આઈવીએફનો આઈપીઓ 20 ફેબ્રુઆરી 2026 ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો પાસે આમાં અરજી કરવા માટે 24 ફેબ્રુઆરી 2026 (મંગળવાર) સુધીનો સમય રહેશે. કંપનીએ આ ઈશ્યુ માટે પ્રતિ શેર 75 થી 79 રૂપિયા ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.
IPOનું ગણિત અને સાઈઝ
કંપની આ આઈપીઓ દ્વારા કુલ 165 કરોડ રૂપિયા ઉભા કરવા જઈ રહી છે. આ ઈશ્યુને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે:
ફ્રેશ ઈશ્યુ: 90 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે, જેની સંખ્યા આશરે 1.13 કરોડ જેટલી હશે.
ઓફર ફોર સેલ (OFS): 75 કરોડ રૂપિયાના શેર વર્તમાન પ્રમોટર માનિકા ખન્ના દ્વારા વેચવામાં આવશે, જેમાં આશરે 94.9 લાખ શેરનો સમાવેશ થાય છે.
કેટલું રોકાણ કરવું પડશે?
કંપનીએ રિટેલ રોકાણકારો માટે એક લોટમાં 189 શેર નક્કી કર્યા છે. એટલે કે, જો તમારે ઓછામાં ઓછું એક લોટ માટે અરજી કરવી હોય, તો તમારે 14,931 રૂપિયા નું રોકાણ કરવું પડશે.
કંપનીનો બિઝનેસ શું છે?
2015 માં સ્થપાયેલી ગૌડિયમ આઈવીએફ મુખ્યત્વે નિઃસંતાન દંપતીઓ માટે ફર્ટિલાઈઝેશન એટલે કે આઈવીએફ (IVF) ની સુવિધા પૂરી પાડે છે. હાલમાં કંપની ભારતના 30 થી વધુ લોકેશન પર કાર્યરત છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને પટના જેવા મોટા શહેરોમાં તેના હાઈ-ટેક સેન્ટર્સ આવેલા છે. ભારત ઉપરાંત કંપની કેનેડા, અમેરિકા અને યુકે જેવા દેશોમાં પણ પોતાની સેવાઓ આપે છે.
રૂપિયાનો ઉપયોગ ક્યાં થશે?
કંપની આઈપીઓ દ્વારા મળેલા 165 કરોડ રૂપિયામાંથી 50 કરોડ રૂપિયા નવા આઈવીએફ સેન્ટર ખોલવા પાછળ ખર્ચશે. આ સિવાય 20 કરોડ રૂપિયા કંપની પર રહેલું જૂનું દેવું ચૂકવવા માટે વાપરવામાં આવશે, જ્યારે બાકીની રકમ કંપનીના રોજબરોજના કામકાજ માટે રાખવામાં આવશે.
મહત્વની તારીખો એક નજરે:
* આઈપીઓ ખુલવાની તારીખ: 20 ફેબ્રુઆરી 2026
* છેલ્લી તારીખ: 24 ફેબ્રુઆરી 2026
* શેર એલોટમેન્ટ: 25 ફેબ્રુઆરી 2026
* લિસ્ટિંગ તારીખ: 27 ફેબ્રુઆરી 2026
આ આઈપીઓ માટે બિગશેર સર્વિસીસ રજિસ્ટ્રાર તરીકે કામ કરી રહી છે. મેડિકલ સેક્ટરમાં સતત વધી રહેલી માંગને જોતા આ આઈપીઓ લાંબા ગાળે રોકાણકારો માટે કેવો સાબિત થાય છે, તે જોવું રસપ્રદ રહેશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.