NSE IPO Day 2: NII અને કર્મચારીઓનો ક્વોટા ફૂલ, બીજા દિવસે 57% ભરાયો, જાણો લેટેસ્ટ GMP અને અન્ય વિગતો | Moneycontrol Gujarati
Get App

NSE IPO Day 2: NII અને કર્મચારીઓનો ક્વોટા ફૂલ, બીજા દિવસે 57% ભરાયો, જાણો લેટેસ્ટ GMP અને અન્ય વિગતો

NSE IPO Day 2: દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSE નો IPO બીજા દિવસે 57% ભરાયો છે. NII અને કર્મચારીઓનો હિસ્સો સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો છે. જાણો લેટેસ્ટ GMP, પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગની સંપૂર્ણ વિગતો.

અપડેટેડ 12:28:14 PM Sep 18, 2026 પર
Story continues below Advertisement
અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે રિઝર્વ રાખવામાં આવેલો હિસ્સો 19 ટકા સબસ્ક્રાઇબ થયો છે.

NSE IPO Day 2: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મોસ્ટ અવેટેડ IPOનો આજે 18 સપ્ટેમ્બરે બીજો દિવસ છે. માર્કેટ શેરની દૃષ્ટિએ દેશના આ સૌથી મોટા સ્ટોક એક્સચેન્જનો ઇશ્યૂ શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 57 ટકા ભરાઈ ગયો છે. રોકાણકારો આ મેગા IPOમાં ભારે રસ દાખવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ IPO પબ્લિક માટે ખુલતા પહેલા જ કંપનીએ દેશ-વિદેશના મોટા એન્કર રોકાણકારો પાસેથી 6746.18 કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા.

કોનો કેટલો હિસ્સો ભરાયો?

અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે રિઝર્વ રાખવામાં આવેલો હિસ્સો 19 ટકા સબસ્ક્રાઇબ થયો છે. બીજી તરફ, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII)નો હિસ્સો 1.03 ગણો અને કર્મચારીઓનો ક્વોટા 1.22 ગણો ભરાઈને છલકાઈ ગયો છે. રિટેલ રોકાણકારોનો હિસ્સો અત્યાર સુધીમાં 58 ટકા ભરાયો છે.

NSE IPO ની મુખ્ય વિગતો એક નજરમાં:

* ઇશ્યૂની સાઈઝ: 22561.5 કરોડ રૂપિયા


* પ્રાઇસ બેન્ડ: 1700 થી 1785 રૂપિયા પ્રતિ શેર

* લોટ સાઈઝ: 8 ઇક્વિટી શેર

* ઇશ્યૂ ક્લોઝિંગ ડેટ: 21 સપ્ટેમ્બર

* શેર એલોટમેન્ટ ડેટ: 22 સપ્ટેમ્બર

* શેર લિસ્ટિંગ ડેટ: 24 સપ્ટેમ્બર (BSE પ્લેટફોર્મ પર)

સંપૂર્ણપણે ઓફર ફોર સેલ

ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, NSEનો આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) છે. એટલે કે કંપની માર્કેટમાં કોઈ નવા શેર બહાર પાડી રહી નથી. આ ઇશ્યૂ દ્વારા મળેલા નાણાં સીધા શેર વેચનારા વર્તમાન શેરધારકોના ખિસ્સામાં જશે, NSE કંપનીને આમાંથી કોઈ રકમ મળશે નહીં. આ OFS હેઠળ કુલ 12.64 કરોડ ઇક્વિટી શેર વેચાણ માટે મુકવામાં આવ્યા છે.

આ શેર વેચનારાઓમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા, MS સ્ટ્રેટેજિક (મોરેશિયસ), જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન, કેનેડા પેન્શન પ્લાન, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ, ICICI લોમ્બાર્ડ, ઇન્ડિયન બેંક અને અન્ય ઘણી મોટી નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે.

કર્મચારીઓ માટે મોટું ડિસ્કાઉન્ટ અને રિઝર્વેશન

NSE એ પોતાના કર્મચારીઓને ખુશ કરતા તેમના માટે 70 કરોડ રૂપિયાના શેર રિઝર્વ રાખ્યા છે. આ કર્મચારીઓને ફાઈનલ ઇશ્યૂ પ્રાઇસ પર પ્રતિ શેર 170 રૂપિયાનું મોટું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. જો બાકીના નેટ ઇશ્યૂની વહેંચણી જોઈએ તો, તેમાંથી 50 ટકા હિસ્સો QIB માટે, 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા હિસ્સો NII માટે અનામત રાખવામાં આવ્યો છે.

મેનેજર્સ અને લેટેસ્ટ GMP

આટલા મોટા IPO ને મેનેજ કરવા માટે 19 બુક રનિંગ લીડ મેનેજર નિમવામાં આવ્યા છે. જેમાં કોટક મહિન્દ્રા કેપિટલ, સિટી, જેપી મોર્ગન, HDFC Bank, ICICI Securities અને મોર્ગન સ્ટેનલી જેવા દિગ્ગજ નામો સામેલ છે. આ ઇશ્યૂ માટે રજિસ્ટ્રારની જવાબદારી MUFG Intime India Pvt.Ltd. નિભાવી રહી છે.

જો અનઓફિશિયલ ગ્રે માર્કેટની વાત કરીએ તો, હાલમાં NSE નો શેર ગ્રે માર્કેટમાં 7.51 ટકાના પ્રીમિયમ (GMP) પર ટ્રેડ થઈ રહ્યો છે. જે દર્શાવે છે કે લિસ્ટિંગના દિવસે રોકાણકારોને સારો એવો નફો મળી શકે છે.

આ પણ વાંચો - જાપાનમાં મોટો આર્થિક ભૂકંપ! 3 દાયકાની મંદી બાદ વ્યાજદર 31 વર્ષની ટોચે પહોંચ્યા, જાણો કેમ લેવાયો આ નિર્ણય?

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ન્યૂઝ રિપોર્ટિંગના હેતુથી છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા તમારા સર્ટિફાઈડ નાણાકીય સલાહકાર (ફાઇનાન્શિયલ એડવાઈઝર) ની સલાહ ચોક્કસ લો.)

MoneyControl News

MoneyControl News

First Published: Sep 18, 2026 12:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.