કોમેડી સર્કસ અને ક્રાઈમ પેટ્રોલ બનાવતી કંપની Optimystix Entertainmentનું શેરબજારમાં ડેબ્યૂ, જાણો લિસ્ટિંગ પ્રાઇસ અને તમામ વિગતો | Moneycontrol Gujarati
Get App

કોમેડી સર્કસ અને ક્રાઈમ પેટ્રોલ બનાવતી કંપની Optimystix Entertainmentનું શેરબજારમાં ડેબ્યૂ, જાણો લિસ્ટિંગ પ્રાઇસ અને તમામ વિગતો

Optimystix Entertainment IPO: કોમેડી સર્કસ અને ક્રાઈમ પેટ્રોલના પ્રોડ્યુસર Optimystix Entertainmentનું શેરબજારમાં શાનદાર ડેબ્યૂ. NSE SME પર 3% પ્રીમિયમ સાથે 180 રૂપિયા પર લિસ્ટિંગ. જાણો આઈપીઓ અને કંપનીની લેટેસ્ટ માહિતી.

અપડેટેડ 12:11:02 PM Aug 14, 2026 પર
Story continues below Advertisement
વિપુલ ડી શાહની આ કંપનીના આઈપીઓ (IPO) માટે ફાઈનલ ઈશ્યુ પ્રાઈસ 175 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

Optimystix Entertainment IPO: ટીવી પર 'કોમેડી સર્કસ', 'ક્રાઈમ પેટ્રોલ' અને 'બાલવીર' જેવા હિટ શો જોવાનું કોને ન ગમે? આ શાનદાર શો બનાવનારી કંપની 'ઓપ્ટિમિસ્ટિક્સ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડિયા' હવે શેરબજારમાં પ્રવેશી ચૂકી છે. શુક્રવારે કંપનીના શેર NSE SME પ્લેટફોર્મ પર સામાન્ય વધારા સાથે લિસ્ટ થયા છે.

વિપુલ ડી શાહની આ કંપનીના આઈપીઓ માટે ફાઈનલ ઈશ્યુ પ્રાઈસ 175 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જેની સામે શુક્રવારે શેરબજારમાં આ શેર 3 ટકાના પ્રીમિયમ સાથે 180 રૂપિયાના ભાવે લિસ્ટ થયો છે. રોકાણકારોએ આ આઈપીઓમાં સારો એવો રસ દાખવ્યો હતો.

IPO સબસ્ક્રિપ્શન અને અન્ય વિગતો:-

કંપનીનો કુલ 108.50 કરોડ રૂપિયાનો પબ્લિક ઈશ્યુ 1.44 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. રિટેલ રોકાણકારો દ્વારા આ ઈશ્યુ સૌથી વધુ 2.26 ગણો ભરાયો હતો. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સનો હિસ્સો 1.84 ગણો અને નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સનો હિસ્સો 1.85 ગણો ભરાયો હતો. આ આઈપીઓમાં 87.50 કરોડ રૂપિયાના 50 લાખ નવા શેર બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે પ્રમોટર વિપુલ ડી શાહ દ્વારા ઓફર ફોર સેલ હેઠળ 21 કરોડ રૂપિયાના 12 લાખ શેર વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા.

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કંપનીનો દબદબો


ઓપ્ટિમિસ્ટિક્સ એન્ટરટેઈનમેન્ટની શરૂઆત વર્ષ 2001માં થઈ હતી. વિપુલ ડી શાહ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, જ્યારે રાજેશ બહલ કો-પ્રમોટર અને ગ્રુપ સીઈઓ છે. કંપની અત્યાર સુધીમાં 150થી વધુ ટીવી શો પ્રોડ્યુસ કરી ચૂકી છે અને 60થી વધુ એવોર્ડ પોતાના નામે કરી ચૂકી છે.

તેમના હિટ લિસ્ટમાં લાફ્ટર શેફ્સ, સજન રે જૂઠ મત બોલો, લેડીઝ સ્પેશિયલ, સાસ બિના સસુરાલ, કોમેડી નાઈટ્સ બચાઓ, પાપડ પોલ અને રાઈઝિંગ સ્ટાર જેવા મોટા નામ સામેલ છે. ટીવી શો ઉપરાંત કંપનીએ 'ખેલ-ખેલ મેં', 'ધ ડિપ્લોમેટ' અને 'OMG 2' જેવી ફિલ્મો તેમજ 'છુરી' અને 'ચટણી' જેવી શોર્ટ ફિલ્મો પણ બનાવી છે. આ ઉપરાંત 'કેન્ડી' અને 'લુખ્ખા' નામની 2 વેબ સિરીઝ પણ પ્રોડ્યુસ કરી છે.

આઈપીઓના ફંડનો ક્યાં થશે ઉપયોગ?

કંપનીને નવા શેર દ્વારા જે ફંડ મળ્યું છે, તેનો ઉપયોગ તે પોતાની વર્કિંગ કેપિટલ (રોજબરોજના ખર્ચ) ની જરૂરિયાતો પૂરી કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

કંપનીનું આર્થિક પ્રદર્શન

કંપનીના લેટેસ્ટ આર્થિક આંકડા ઘણા મજબૂત રહ્યા છે. કંપનીની રેવન્યુમાં 9 ટકાનો વધારો થયો છે અને તે વધીને 135.89 કરોડ રૂપિયા પર પહોંચી છે, જે અગાઉના વર્ષે 125 કરોડ રૂપિયા હતી. નફાની વાત કરીએ તો તેમાં 39 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીનો ચોખ્ખો નફો અગાઉના 17.24 કરોડ રૂપિયાથી વધીને 24 કરોડ રૂપિયા થઈ ગયો છે.

ટીવી અને ફિલ્મોની દુનિયામાં બે દાયકાથી વધુ સમય સુધી મનોરંજન પૂરું પાડ્યા બાદ, હવે ઓપ્ટિમિસ્ટિક્સ એન્ટરટેઈનમેન્ટ શેરબજારના રોકાણકારોને પણ સારી કમાણી કરાવવા માટે સજ્જ છે. સારા નાણાકીય પરિણામો અને મજબૂત પ્રોજેક્ટ લાઇનઅપને કારણે કંપનીનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો - બજારમાં સતત ચોથા દિવસે કડાકો, નુકસાનથી બચવા અને કમાણી કરવા અનુજ સિંઘલની આ ટ્રેડિંગ સ્ટ્રેટેજી જાણવી છે જરૂરી

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 14, 2026 12:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.