ઇન્વેસ્ટરગેનના રિપોર્ટ મુજબ, ગ્રે માર્કેટમાં Tempsens Instrumentsનો શેર હાલમાં 220 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીએ શેરની અપર પ્રાઈસ બેન્ડ 300 રાખી છે.
Tempsens Instruments IPO : શેરબજારમાં IPOમાં રોકાણ કરીને કમાણી કરવા માંગતા રોકાણકારો માટે એક જબરદસ્ત તક આવી છે. રાજસ્થાન સ્થિત ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્ડિયાનો 650 કરોડનો IPO આજે ખુલતાની સાથે જ રોકાણકારોએ તેને હાથોહાથ ઝડપી લીધો છે. ગ્રે માર્કેટમાં પણ આ શેરની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે, જે લિસ્ટિંગના દિવસે બમ્પર કમાણીનો સ્પષ્ટ ઈશારો કરે છે.
પહેલા જ કલાકમાં છલકાયો IPO
20 ઓગસ્ટના રોજ બોલી ખુલ્યાના માત્ર એક જ કલાકમાં આ ઇશ્યૂ 1.20 ગણો સબસ્ક્રાઇબ થઈ ગયો હતો. NSE ના આંકડા મુજબ, ઓફર પર મૂકવામાં આવેલા 1,51,81,667 શેરોની સામે 1,89,88,300 શેરો માટે બોલીઓ મળી ચૂકી છે.
બિન-સંસ્થાકીય રોકાણકારો : 2.31 ગણું સબસ્ક્રિપ્શન
રિટેલ રોકાણકારો : 1.50 ગણું સબસ્ક્રિપ્શન
આ 650 કરોડના કુલ IPO માં 95 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 555 કરોડની ઓફર ફોર સેલ સામેલ છે. રોકાણકારો આ IPO માં 24 ઓગસ્ટ સુધી પોતાની બોલી લગાવી શકશે. ICICI Securities અને JM Financial આ ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજર છે.
એન્કર રોકાણકારોએ લગાવ્યો મોટો દાવ
IPO ખુલવાના બરાબર એક દિવસ પહેલા એટલે કે 19 ઓગસ્ટના રોજ કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 194.5 કરોડ એકત્ર કર્યા છે. અરંડા ઇન્વેસ્ટમેન્ટ્સ અને ગોલ્ડમેન સૅક્સ જેવા મોટા ઇન્ટરનેશનલ ફંડ્સની સાથે HDFC, નિપ્પોન લાઈફ, કોટક મહિન્દ્રા અને ટાટા જેવા 8 ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સને પણ શેર ફાળવવામાં આવ્યા છે.
IPO થી મળેલા ફંડનો ક્યાં ઉપયોગ થશે?
ફ્રેશ ઇશ્યૂથી મળનારા 95 કરોડમાંથી,,,18.1 કરોડ ઇલેક્ટ્રિક હીટિંગ અને કેબલ સોલ્યુશન બિઝનેસના મૂડીખર્ચ માટે વપરાશે. 55 કરોડ કંપનીનું દેવું ચૂકવવા માટે વાપરવામાં આવશે.બાકીની રકમ કંપનીની સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે વપરાશે.
કેવો છે કંપનીનો બિઝનેસ અને નફો?
રાજસ્થાનની Tempsens Instruments ટેમ્પરેચર સેન્સર બનાવતી દેશની લીડિંગ કંપની છે. દુનિયાભરમાં કંપનીના 15 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ આવેલા છે. ભારતના ટેમ્પરેચર સેન્સર માર્કેટમાં તેનો 10.5% અને નોન-કોન્ટેક્ટ ટેમ્પરેચર સેન્સર માર્કેટમાં 21.3% હિસ્સો છે. નાણાકીય ગ્રોથ: FY25 માં કંપનીની આવક 378.5 કરોડ હતી, જે FY26 માં 17.5% વધીને 444.9 કરોડ થઈ ગઈ. જ્યારે આ જ સમયગાળામાં ચોખ્ખો નફો 60.6 કરોડથી 11.2% વધીને 67.3 કરોડ પર પહોંચ્યો છે. કંપની પોતાની 71.5% આવક ઘરેલુ બજારમાંથી અને 28.5% આવક એક્સપોર્ટ દ્વારા મેળવે છે.
GMPમાં જોરદાર તેજી, લિસ્ટિંગ પર ડબલ મજા!
ઇન્વેસ્ટરગેનના રિપોર્ટ મુજબ, ગ્રે માર્કેટમાં Tempsens Instrumentsનો શેર હાલમાં 220 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીએ શેરની અપર પ્રાઈસ બેન્ડ 300 રાખી છે. આ ગણતરી મુજબ (300 + 220) શેર 520 ની આસપાસ લિસ્ટ થઈ શકે છે. એટલે કે, જેમને પણ આ શેર લાગશે તેમને પહેલા જ દિવસે આશરે 73% નો તગડો નફો મળી શકે છે.
એક્સપર્ટ્સ શું કહે છે? રોકાણ કરવું કે નહીં?
આનંદ રાઠી : આ જાણીતી બ્રોકરેજ ફર્મે લાંબા ગાળા માટે આ IPO ને 'Subscribe' કરવાની સલાહ આપી છે. તેમના મતે 80 થી વધુ દેશોમાં ફેલાયેલો બિઝનેસ અને મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો કંપનીની મોટી તાકાત છે. જોકે, 300 ની કિંમત વેલ્યુએશન મુજબ થોડી મોંઘી લાગી શકે છે, પરંતુ લોંગ ટર્મ ફંડામેન્ટલ્સ એકદમ મજબૂત છે.
SBI Securities: SBI સિક્યોરિટીઝે પણ લાંબા ગાળાના રોકાણ માટે Subscribe રેટિંગ આપ્યું છે. એક્સપોર્ટ બિઝનેસમાં 46.5%ના વાર્ષિક ગ્રોથ અને થર્મલ એન્જિનિયરિંગ સેગમેન્ટમાં કંપનીની લીડરશિપને જોતા ભવિષ્ય ઉજ્જવળ છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.