રોકાણકારોને માલામાલ કરશે આ IPO, ગ્રે માર્કેટમાં બોલાયો બમ્પર ભાવ, જાણો તમને શેર લાગ્યા કે નહીં?
Horizon Reclaim India ના IPO ને રોકાણકારોનો શાનદાર પ્રતિસાદ મળ્યો છે. આ ઈશ્યૂ 282.87 ગણો ભરાયો છે અને ગ્રે માર્કેટમાં 60% પ્રીમિયમ ચાલી રહ્યું છે. જાણો એલોટમેન્ટ અને લિસ્ટિંગની સંપૂર્ણ માહિતી.
સામાન્ય રોકાણકારો માટે ઈશ્યૂ ખૂલે તે પહેલા જ 11 જૂનના રોજ કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ દ્વારા 15.46 કરોડ રૂપિયા ભેગા કરી લીધા હતા.
જો તમે શેરબજારમાં રોકાણ કરીને સારો નફો કમાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. રિક્લેમ્ડ રબર બનાવતી કંપની હોરાઈઝન રિક્લેમ ઈન્ડિયાના IPO પર રોકાણકારોએ રીતસરની પસ્તાળ પાડી છે. બિડિંગના છેલ્લા દિવસે એટલે કે 16 જૂનના રોજ આ પબ્લિક ઈશ્યૂને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો અને તે કુલ 282.87 ગણો સબસ્ક્રાઈબ થઈને બંધ થયો છે.
કંપની આ ઈશ્યૂ દ્વારા બજારમાંથી 54.3 કરોડ રૂપિયા એકઠા કરવા જઈ રહી છે. આ માટે કંપનીએ પ્રતિ શેર 98 થી 103 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે, કુલ 37.68 લાખ શેરોની ઓફર સામે રોકાણકારોએ 106.58 કરોડ ઈક્વિટી શેરો માટે 2.69 લાખથી વધુ અરજીઓ કરી છે.
કઈ કેટેગરીમાં કેટલું સબસ્ક્રિપ્શન મળ્યું?
આ IPO ને સુપરહિટ બનાવવામાં રિટેલ અને નોન-ઈન્સ્ટિટ્યૂશનલ રોકાણકારોનો સૌથી મોટો હાથ રહ્યો છે.
NII : આ કેટેગરીમાં સૌથી વધુ 333.8 ગણું સબસ્ક્રિપ્શન નોંધાયું છે.
રિટેલ ઈન્વેસ્ટર્સ : રિટેલ રોકાણકારોનો ક્વોટા 308.3 ગણો ભરાયો છે.
QIB : સંસ્થાકીય રોકાણકારો માટે અનામત રાખેલો ભાગ 186.72 ગણો સબસ્ક્રાઈબ થયો છે.
એન્કર રોકાણકારોનો પણ મળ્યો સાથ
સામાન્ય રોકાણકારો માટે ઈશ્યૂ ખૂલે તે પહેલા જ 11 જૂનના રોજ કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ દ્વારા 15.46 કરોડ રૂપિયા ભેગા કરી લીધા હતા. આ એન્કર રોકાણકારોમાં બંધન સ્મોલ કેપ ફંડ, નોવા ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ફિનએવેન્યુ કેપિટલ ટ્રસ્ટ જેવા 5 મોટા નામ સામેલ છે.
એલોટમેન્ટ અને લિસ્ટિંગની તારીખ નોંધી લો
એલોટમેન્ટ ડેટ: આ IPO ના શેરોનું એલોટમેન્ટ 17 જૂનના રોજ ફાઈનલ કરવામાં આવશે. તમે રજિસ્ટ્રારની વેબસાઈટ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરી શકશો.
લિસ્ટિંગ ડેટ: કંપનીના શેર 19 જૂનથી શેરબજારમાં ટ્રેડિંગ માટે લિસ્ટ થઈ જશે.
કંપની એકઠા કરેલા ફંડનું શું કરશે?
હોરાઈઝન રિક્લેમ ઈન્ડિયા મુખ્યત્વે નેચરલ રબર રિક્લેમ, સિન્થેટિક રબર રિક્લેમ અને ક્રમ્બ રબર બનાવે છે. IPO માંથી મળનારી રકમનો ઉપયોગ કંપની નીચે મુજબ કરશે,,26.7 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની પોતાનું દેવું ચૂકવવા માટે કરશે. 9.4 કરોડ રૂપિયા નવી મશીનરી ખરીદવા અને વધારાનો પ્લાન્ટ લગાવવા પાછળ ખર્ચાશે. 6 કરોડ રૂપિયા કંપનીની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા માટે વપરાશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.