શેરબજારના દિગ્ગજ વિજય કેડિયાના રોકાણવાળી કંપની આશુતોષ ફાઈબરનો IPO 31 ઓગસ્ટે ખુલી રહ્યો છે. પબ્લિક ઈશ્યુ પહેલા એન્કર રાઉન્ડમાં મોટું ફંડ મળ્યું છે અને GMP 40% ઉપર ચાલી રહ્યું છે. જાણો રોકાણની તમામ વિગત.
નાણાકીય પ્રદર્શનની વાત કરીએ તો, માર્ચ 2026 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં કંપનીનો નફો 88.5% ઉછળીને16.04 કરોડ થઈ ગયો છે (જે અગાઉના વર્ષે8.5 કરોડ હતો). કંપનીની કુલ આવક પણ નજીવા વધારા સાથે114 કરોડથી વધીને117.37 કરોડ નોંધાઈ છે.
Upcoming IPO: શેરબજારમાં કમાણી કરવા માંગતા રોકાણકારો માટે એક અત્યંત સારા સમાચાર છે. માર્કેટના દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાનું જે કંપનીમાં રોકાણ છે, તે આશુતોષ ફાઈબરનો IPO રોકાણ માટે ખુલવા જઈ રહ્યો છે. પબ્લિક માટે આ ઈશ્યુ ખુલે તે પહેલાં જ કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ દ્વારા16.04 કરોડનું ભંડોળ ભેગું કરી લીધું છે. મધુસૂદન કેલાના માર્ગદર્શન વાળી સિંગ્યુલારિટી AMC સહિત ઘણા મોટા ફંડ્સે આમાં પૈસા લગાવ્યા છે.
એન્કર રાઉન્ડ: આ 5 મોટા રોકાણકારોએ લગાવ્યા પૈસા
28 ઓગસ્ટના રોજ કંપનીએ એન્કર રોકાણકારોને92 ના અપર પ્રાઈસ બેન્ડ પર 17.43 લાખ શેર ફાળવ્યા છે. તેમાં આ મોટા નામો સામેલ છે:
Nine Alps Corporate Advisors: 6 કરોડના રોકાણ સાથે 6.52 લાખ શેર ખરીદ્યા.
ગુજરાત બેઝ્ડ આ ટેકનિકલ ટેક્સટાઈલ કંપની ફ્રેશ ઈશ્યુ દ્વારા બજારમાંથી કુલ56.34 કરોડ એકઠા કરવાની યોજના ધરાવે છે. આ IPO માં કોઈ 'ઓફર ફોર સેલ' નથી, એટલે કે તમામ નાણાં સીધા કંપનીને મળશે.
IPO ખુલવાની તારીખ: 31 ઓગસ્ટ
IPO બંધ થવાની તારીખ: 2 સપ્ટેમ્બર
પ્રાઈસ બેન્ડ:87 થી92 પ્રતિ શેર
શેર એલોટમેન્ટ: 3 સપ્ટેમ્બર
માર્કેટમાં લિસ્ટિંગ: 7 સપ્ટેમ્બર
કંપની આ પૈસાનું શું કરશે?
આશુતોષ ફાઈબર આ ફંડમાંથી25.5 કરોડનો ઉપયોગ નવા મશીનો અને સાધનો ખરીદવા માટે કરશે.20 કરોડથી કંપનીનો જૂનો ડેટ ચૂકવવામાં આવશે, જેથી કંપનીની બેલેન્સ શીટ મજબૂત બનશે. જ્યારે બાકીની રકમ અન્ય સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે વાપરવામાં આવશે.
વિજય કેડિયાનો હિસ્સો અને કંપનીની નાણાકીય સ્થિતિ
કંપનીના પ્રમોટર્સ પાસે હાલ 59.79% હિસ્સો છે. બાકીનો હિસ્સો પબ્લિક શેરધારકો પાસે છે, જેમાં શેરબજારના જાણીતા અને અનુભવી રોકાણકાર વિજય કેડિયાનો 6.57% હિસ્સો પણ સામેલ છે. આ IPO માટે Mefcom Capital Markets ને મર્ચન્ટ બેન્કર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નાણાકીય પ્રદર્શનની વાત કરીએ તો, માર્ચ 2026 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં કંપનીનો નફો 88.5% ઉછળીને16.04 કરોડ થઈ ગયો છે (જે અગાઉના વર્ષે8.5 કરોડ હતો). કંપનીની કુલ આવક પણ નજીવા વધારા સાથે114 કરોડથી વધીને117.37 કરોડ નોંધાઈ છે.
ગ્રે માર્કેટમાં જબરદસ્ત ડિમાન્ડ
IPO વોચના લેટેસ્ટ ડેટા મુજબ, 29 ઓગસ્ટ 2026 ના રોજ આશુતોષ ફાઈબરના IPO નું ગ્રે માર્કેટ પ્રીમિયમ 37 ચાલી રહ્યું છે. આનો સીધો અર્થ એ છે કે92 ની ઈશ્યુ પ્રાઈસ સામે અત્યારથી જ 40.22% નો જોરદાર નફો દેખાઈ રહ્યો છે. અગાઉ 26 ઓગસ્ટે GMP માત્ર13 હતું, જે સતત વધીને આજે37 પર પહોંચી ગયું છે.
આ પણ વાંચો-SBI Mutual Fund: શેરબજારના જોખમ વિના કમાણી, બેંક FD કરતાં વધુ રિટર્ન આપતી SBI મ્યુચ્યુઅલ ફંડની 3 સૌથી સુરક્ષિત સ્કીમ
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.