Hyundaiનો રેકોર્ડ તૂટશે? મુકેશ અંબાણી લાવશે Reliance Jioનો સૌથી મોટો IPO! જાણો તારીખ અને ભાવ | Moneycontrol Gujarati
Get App

Hyundaiનો રેકોર્ડ તૂટશે? મુકેશ અંબાણી લાવશે Reliance Jioનો સૌથી મોટો IPO! જાણો તારીખ અને ભાવ

Reliance Jio IPO: મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો 2026માં લાવશે દેશનો સૌથી મોટો IPO! 4.5 બિલિયન ડોલરના ફંડ સાથે Hyundaiનો રેકોર્ડ તૂટવાની તૈયારી. જાણો Jio IPOની તારીખ, વેલ્યુએશન અને અંદાજિત શેર પ્રાઇસ.

અપડેટેડ 12:27:20 PM Jan 11, 2026 પર
Story continues below Advertisement
Reliance Jio IPO: ભારતીય શેરબજારમાં ટૂંક સમયમાં એક મોટો ધડાકો થવા જઈ રહ્યો છે.

Reliance Jio IPO: ભારતીય શેરબજારમાં ટૂંક સમયમાં એક મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે તેમની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોને શેરબજારમાં લિસ્ટ કરાવવાની તૈયારી કરી રહ્યા છે. આ સમાચાર આવતાની સાથે જ રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો તમે પણ આ મેગા IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા કામના છે.

ક્યારે આવશે Reliance Jio નો IPO?

બજારના નિષ્ણાતો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ જિયોનો આઈપીઓ વર્ષ 2026ના પહેલા છ મહિનામાં એટલે કે First Halfમાં આવી શકે છે. ખુદ મુકેશ અંબાણીએ કંપનીની 48મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં સંકેત આપ્યો હતો કે, જિયો પ્લેટફોર્મ્સ જૂન 2026 સુધીમાં શેરબજારમાં લિસ્ટિંગની પ્રક્રિયા પૂરી કરી લેશે. હાલમાં કંપની જરૂરી સરકારી અને નિયમનકારી મંજૂરીઓ મેળવવાની કામગીરી કરી રહી છે.

Hyundaiનો રેકોર્ડ તોડશે જિયો?

આ IPOનું કદ સાંભળીને તમે ચોંકી જશો! રિલાયન્સ ગ્રુપ આ પબ્લિક ઓફર દ્વારા જંગી ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે. રોઈટર્સના એક રિપોર્ટ મુજબ, કંપની પોતાના 2.50% શેર વેચીને લગભગ $4.5 બિલિયન (અબજો ડોલર) એકત્ર કરી શકે છે.


જો આવું થશે, તો આ ભારતીય શેરબજારના ઈતિહાસનો સૌથી મોટો IPO બની જશે. અત્યાર સુધી આ રેકોર્ડ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના નામે છે, જેણે વર્ષ 2025માં $3.3 બિલિયનનો IPO લોન્ચ કર્યો હતો. હવે જિયો આ રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. સેબી (SEBI) પણ મોટી કંપનીઓ માટે લઘુત્તમ હિસ્સો વેચવાની મર્યાદા 5%થી ઘટાડીને 2.5% કરવા વિચારી રહી છે, જેનો સીધો ફાયદો જિયોને મળી શકે છે.

શું હશે શેરનો ભાવ?

રોકાણકારોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શેરનો ભાવ શું હશે? હાલમાં આ મામલે સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ગ્રે માર્કેટમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે.

કંપનીનું વેલ્યુએશન: નિષ્ણાતોના મતે જિયો પ્લેટફોર્મનું કુલ મૂલ્ય $130 બિલિયનથી $170 બિલિયનની વચ્ચે હોઈ શકે છે.

અંદાજિત શેર પ્રાઇસ: બોનાન્ઝા રિસર્ચના અભિનવ તિવારીના જણાવ્યા મુજબ, રિટેલ રોકાણકારો માટે 15-20% ડિસ્કાઉન્ટને ધ્યાનમાં રાખીએ તો શેરની કિંમત 1,048થી 1,457ની વચ્ચે રહી શકે છે. આ આંકડા કરન્સી રેટ અને ફાઈનલ વેલ્યુએશન પર બદલાઈ શકે છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP): રિપોર્ટ્સ મુજબ, જિયોના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે 93 બોલાઈ રહ્યું છે. આ દર્શાવે છે કે સત્તાવાર ડોક્યુમેન્ટ (DRHP) ફાઈલ થયા પહેલા જ માર્કેટમાં આ શેરની ભારે ડિમાન્ડ છે.

ટૂંકમાં કહીએ તો, વર્ષ 2026માં રિલાયન્સ જિયો દલાલ સ્ટ્રીટ પર એન્ટ્રી મારીને ઇતિહાસ રચવા જઈ રહી છે. રોકાણકારો માટે આ કમાણીની એક મોટી તક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો- Techno Paints IPO: સચિન તેંડુલકર બન્યા બ્રાન્ડ એમ્બેસેડર, કંપની લાવશે 500 કરોડનો IPO, જાણો કંપનીના મોટા પ્લાન વિશે

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સમાચાર અને એનાલિસ્ટ્સના મંતવ્યો પર આધારિત છે. મનીકંટ્રોલ અથવા અન્ય એક્સપર્ટ્સના વ્યક્તિગત વિચારો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી હિતાવહ છે.)

MoneyControl News

MoneyControl News

First Published: Jan 11, 2026 12:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.