Airlines affected: માઈક્રોસોફ્ટ સિક્યોરિટી સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા એરલાઈન્સ પ્રભાવિત, ચેક ઈન સિસ્ટમ અટકી | Moneycontrol Gujarati
Get App

Airlines affected: માઈક્રોસોફ્ટ સિક્યોરિટી સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા એરલાઈન્સ પ્રભાવિત, ચેક ઈન સિસ્ટમ અટકી

MICROSOFT GLOBAL OUTAGE: માઈક્રોસોફ્ટ સિક્યોરિટી સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે મુંબઈ એરપોર્ટ પર ઘણી પેસેન્જર સર્વિસને અસર થઈ છે. જેના કારણે સ્પાઈસ જેટ, ઈન્ડિગો, એર ઈન્ડિયા, અકાસા સહિત તમામ એરલાઈન્સની ગતિવિધિઓ પ્રભાવિત થઈ છે.

અપડેટેડ 02:31:36 PM Jul 19, 2024 પર
Story continues below Advertisement
ઈન્ડિગો, અકાસા એર, સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ સહિત અન્ય એરલાઈન્સની ચેક-ઈન સિસ્ટમને અસર થઈ હતી.

MICROSOFT GLOBAL OUTAGE: માઇક્રોસોફ્ટ સિક્યોરિટી સિસ્ટમમાં ટેક્નિકલ ખામીને કારણે એરલાઇન્સને અસર થઈ છે. જેના કારણે મુંબઈ એરપોર્ટ પર ઘણી પેસેન્જર સર્વિસને અસર થઈ છે. જેના કારણે મુંબઈ એરપોર્ટ પર ચેક-ઈન સિસ્ટમ બંધ થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે સ્પાઈસ જેટ, ઈન્ડિગો, એર ઈન્ડિયા, અકાસા સહિત તમામ એરલાઈન્સની ગતિવિધિઓ પ્રભાવિત થઈ છે.


આકાસા એરલાઈન્સે મુસાફરોને આપી આ સલાહ

આ અંગે અકાસા એરલાઈન્સે જણાવ્યું છે કે અમારા સર્વિસ પ્રોવાઈડર સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમસ્યાઓના કારણે અમારી કેટલીક ઓનલાઈન સર્વિસ, જેમાં બુકિંગ, ચેક-ઈન અને બુકિંગ મેનેજમેન્ટ સર્વિસનો સમાવેશ થાય છે તે અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે. હાલમાં અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રોસેસનું પાલન કરી રહ્યા છીએ અને તેથી તાત્કાલિક મુસાફરીનું આયોજન કરતા મુસાફરોને અમારા કાઉન્ટર પર ચેક-ઇન કરવા માટે એરપોર્ટ પર વહેલા પહોંચી જવા વિનંતી કરવામાં આવે છે. કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ અને તમને ખાતરી આપવા માંગીએ છીએ કે અમારી ટીમો અમારા સર્વિસ પ્રોવાઇડર સાથે આ સમસ્યાને શક્ય તેટલી ઝડપથી ઉકેલવા માટે કામ કરી રહી છે.

સ્પાઇસજેટે મુસાફરોને એલર્ટ કર્યા

અકાસા એરલાઈન્સ બાદ હવે સ્પાઈસ જેટ દ્વારા પણ મુસાફરોને આ અંગે જાણ કરવામાં આવી છે. ટ્વિટર પર પોસ્ટ કરીને, સ્પાઈસજેટે કહ્યું, 'અમે હાલમાં અમારા સર્વિસ પ્રોવાઇડર સાથે ટેકનિકલ ચેલેન્જીસનો એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ, જે બુકિંગ, ચેક-ઈન અને બુકિંગ કાર્ય સહિતની ઓનલાઈન સર્વિસને અસર કરી રહી છે. આ કારણે અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયા શરૂ કરી છે. અમે આગામી મુસાફરીનું આયોજન કરી રહેલા મુસાફરોને અમારા કાઉન્ટર પર ચેક-ઈન પૂર્ણ કરવા માટે સામાન્ય સમય પહેલા એરપોર્ટ પર પહોંચવાની વિનંતી કરીએ છીએ. આના કારણે થતી કોઈપણ અસુવિધા માટે અમે દિલથી દિલગીર છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે અમારી ટીમો અમારા સર્વિસ પ્રોવાઇડર સાથે ખંતપૂર્વક કામ કરી રહી છે જેથી આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ આવે. આ સમય દરમિયાન તમારી ધીરજ અને સહકાર બદલ આભાર.

તમને જણાવી દઈએ કે માઈક્રોસોફ્ટ 365ની કેટલીક એપ્સ દુનિયાભરમાં કામ કરી રહી નથી. ઘણી સિસ્ટમો અચાનક ફરી શરૂ થઈ રહી છે. આવી ફરિયાદો ઘણા લેપટોપ અને ડેસ્કટોપમાં પણ આવી રહી છે. આ અંગે માઇક્રોસોફ્ટે કહ્યું છે કે માઇક્રોસોફ્ટ 365 એપ અને સર્વિસને અસર કરતી સમસ્યાની તપાસ ચાલી રહી છે.

ઈન્ડિગો, અકાસા એર, સ્પાઈસ જેટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ સહિત અન્ય એરલાઈન્સની ચેક-ઈન સિસ્ટમને અસર થઈ હતી. આ ખામીને કારણે સમગ્ર દેશમાં ફ્લાઇટ્સમાં વ્યાપક વિક્ષેપ અને વિલંબ થયો હતો. આ સમસ્યા Microsoft કોર્પની ક્લાઉડ સર્વિસમાં વિક્ષેપ સાથે સંબંધિત હોવાની શંકા છે. મુંબઈ એરપોર્ટ અને ભારતભરના અન્ય એરપોર્ટ પર ચેક-ઈન સિસ્ટમ 19 જુલાઈની સવારે મુસાફરો માટે સમસ્યા બની ગઈ હતી.

આ પણ વાંચો - Railway Budget 2024: શું વરિષ્ઠ નાગરિકોને ફરીથી ટ્રેન ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળવાનું થશે શરૂ? બજેટમાં નાણામંત્રી પાસેથી આશા

MoneyControl News

MoneyControl News

First Published: Jul 19, 2024 2:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.