Weather Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ છે. હવામાન વિભાગે આજે, સોમવાર, 28 જુલાઈ 2025ના રોજ અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે રાજ્યના લગભગ 200 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નીચેના 7 જિલ્લાઓમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે પવન અને ગાજવીજની પણ શક્યતા છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
આજે નીચેના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં અતિ ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત, નીચેના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા જણાવ્યું છે. ખાસ કરીને રેડ અને ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓમાં રહેતા લોકોએ સ્થાનિક વહીવટની સૂચનાઓનું પાલન કરવું જોઈએ.