ઢાકા: બાંગ્લાદેશના વાયુસેનાનું એક F7 તાલીમ વિમાન આજે બપોરે ઢાકામાં ક્રેશ થયું. આ દુર્ઘટના બાંગ્લાદેશના ઉત્તરા વિસ્તારમાં બની હતી. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા હોવાની માહિતી પણ બહાર આવી રહી છે. હાલમાં, વિમાન દુર્ઘટનાને કારણે તેમાં આગ લાગી છે, જેને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. જોકે, હજુ સુધી જાનહાનિ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.