ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 50 કેસ નોંધાયા છે. રાજ્યમાં શંકાસ્પદ વાયરસના કારણે અત્યાર સુધીમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે કહ્યું કે હિંમતપુરમાં ચાંદીપુરા વાયરસના કુલ 14 કેસ નોંધાયા છે, જેમાંથી સાત દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. પટેલે જણાવ્યું હતું કે, "ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ અન્ય રાજ્યોમાંથી આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 50 કેસ નોંધાયા છે અને 16 લોકોએ જીવ ગુમાવ્યો છે." તેમણે કહ્યું કે દરેક ગામ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં આ અંગેની માહિતી પ્રસારિત કરવામાં આવી છે.
બાળકોમાં ચાંદીપુરા વાયરલના લક્ષણો જોવા મળ્યા
મુખ્યમંત્રીએ કલેક્ટર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) અને મેડિકલ કોલેજો સાથે પણ બેઠકો યોજી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં બાળકોમાં ચાંદીપુરા વાઈરસના લક્ષણો જોવા મળ્યા છે, જેના કારણે થોડો ભય પેદા થયો છે. લેબોરેટરી પરીક્ષણ માટે સાત કેસ પુણે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર ચાંદીપુરા વાયરસનો એક કેસ મળ્યો હતો. તાવ અને ઝાડા જેવા તમામ લક્ષણો માટે એકલો ચાંદીપુરા વાયરસ જવાબદાર નથી. તે એન્સેફાલીટીસને કારણે પણ થઈ શકે છે. વાઈરલ અંગેની મહત્વની માહિતી સમગ્ર રાજ્યમાં પ્રસારિત કરવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી