જેમ જેમ AI મોડલ્સ મોટા થઈ રહ્યા છે, તેમ તેમ પૃથ્વી પરના ડેટા સેન્ટર્સને વધુ વીજળી અને પાણીની જરૂર પડી રહી છે.
Google Suncatcher: ટેક વર્લ્ડમાં એક નવી હવા ચાલી રહી છે. ગૂગલે તાજેતરમાં પોતાનું મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'સનકેચર'ની જાહેરાત કરી છે, જે અંતરિક્ષને AIના નવા ઘરમાં બદલી નાખશે. આ પ્રોજેક્ટ હેઠળ કંપની પૃથ્વીની લો-એર્થ ઓર્બિટમાં 80 સેટેલાઇટ્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સેટેલાઇટ્સમાં અદ્યતન AI ચિપ્સ – ટ્રિલિયમ TPUs – ફીટ થશે, જે વિશાળ AI વર્કલોડ હેન્ડલ કરી શકશે. વિશેષ વાત એ કે આ બધું સોલર એનર્જીથી ચલશે, જેથી પર્યાવરણ પરનું બોજ ઘટશે.
આ વિચાર ક્યાંથી આવ્યો?
જેમ જેમ AI મોડલ્સ મોટા થઈ રહ્યા છે, તેમ તેમ પૃથ્વી પરના ડેટા સેન્ટર્સને વધુ વીજળી અને પાણીની જરૂર પડી રહી છે. ગૂગલ આને હલ કરવા અંતરિક્ષ તરફ વળ્યું છે. સેટેલાઇટ્સ 644 કિલોમીટરની ઊંચાઈ પર ઓર્બિટ કરશે, જ્યાં તે સતત સૂર્યપ્રકાશમાં રહેશે. તેમને હાઇ-એફિશિયન્ટ સોલર પેનલ્સથી પાવર મળશે, જે વર્તમાન પેનલ્સ કરતાં આઠ ગણું વધુ અસરકારક છે. કમ્યુનિકેશન માટે ફ્રી-સ્પેસ ઓપ્ટિકલ લિંક્સનો ઉપયોગ થશે, જે રેડિયો વેવ્ઝ કરતાં ઝડપી અને વિશ્વસનીય છે.
થોડા દિવસો પહેલાં જ ઇલોન મસ્કે પણ અંતરિક્ષ આધારિત પ્રોજેક્ટની વાત કરી હતી, પણ તેનો ઉદ્દેશ્ય પૃથ્વીને ઠંડી કરવાનો હતો. ગૂગલનું ફોકસ તો સસ્ટેનેબલ ટેક્નોલોજી પર છે – AIને ગ્રીન બનાવવા. આથી 2030 સુધીમાં અંતરિક્ષમાં ડેટા સેન્ટર્સ તૈયાર થઈ જશે, જે કાર્બન ફૂટપ્રિન્ટને નોંધપાત્ર ઘટાડશે અને પૃથ્વી પરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનું દબાણ ઓછું કરશે.
પણ આ સરળ નથી
મુખ્ય પડકારોમાં AI ચિપ્સને અંતરિક્ષની ઠંડકમાં કૂલિંગ આપવું, રેડિએશનથી સુરક્ષા આપવી અને અવિરત કમ્યુનિકેશન જાળવવું શામેલ છે. ગૂગલ ક્યુબસેટ સ્ટાન્ડર્ડ્સથી પ્રેરિત ડિઝાઇન વાપરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં અપગ્રેડ સરળ રહેશે. પહેલા તબક્કામાં 2027 સુધીમાં બે પ્રોટોટાઇપ સેટેલાઇટ્સ લોન્ચ થશે, જેમાંથી AI કમ્પ્યુટિંગની ક્ષમતા ટેસ્ટ થશે.
આ પ્રોજેક્ટ ગૂગલ માટે માત્ર ઇનોવેશન નથી, પણ ગ્રીન AIને પ્રોત્સાહન આપવાની મોટી કોશિશ છે. જો અન્ય કંપનીઓ પણ આ દિશામાં આગળ વધે, તો પર્યાવરણને મોટો લાભ થશે.