Gujarat Weather news: ગુજરાતના 19 જિલ્લાઓમાં વરસાદની આગાહી, IMDએ જાહેર કર્યું મોનસૂન અપડેટ
હવામાન વિભાગે માછીમારોને 3થી 4 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેમાં ઝાટકાઓ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
આજે સવારથી જ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદનો માહોલ જોવા મળ્યો છે.
Gujarat Weather news: ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં હળવી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 8 જૂન સુધીની મોસમી આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં રાજ્યના 19 જિલ્લાઓમાં હળવીથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે, રાજ્યમાં ફુલ ફ્લેજ્ડ મોનસૂનની એન્ટ્રી માટે હજુ થોડી રાહ જોવી પડશે.
19 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
IMDના તાજેતરના અપડેટ અનુસાર, આજે એટલે કે 3 જૂન 2025ના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવી વરસાદની શક્યતા છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
— India Meteorological Department (@Indiametdept) June 2, 2025
આજે સવારથી જ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદનો માહોલ જોવા મળ્યો છે. આગામી ત્રણ કલાકમાં ઉપરોક્ત જિલ્લાઓમાં હળવીથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.
4થી 8 જૂન સુધીનું વેધર ફોરકાસ્ટ
4 જૂન 2025: દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે હળવીથી મધ્યમ વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
IMDના જણાવ્યા મુજબ, ગુજરાતમાં મોનસૂનની સત્તાવાર એન્ટ્રી મોડી થવાની સંભાવના છે. હાલમાં મોનસૂન મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે, પરંતુ ગુજરાતમાં તેની એન્ટ્રી માટે હજુ સમય લાગી શકે છે. લગભગ દોઢ મહિનાની રાહ જોવી પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 10 જૂન સુધીમાં મોનસૂન ગુજરાતની નજીક પહોંચી શકે છે, પરંતુ સંપૂર્ણ રીતે સેટ થવામાં વધુ સમય લાગશે.
સાવચેતીનાં પગલાં
હવામાન વિભાગે માછીમારોને 3થી 4 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેમાં ઝાટકાઓ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. રાજ્યના નાગરિકોને પણ સાવચેત રહેવા અને જરૂરી સલામતીનાં પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યના લોકો માટે રાહતના સમાચાર
આ હળવી વરસાદના કારણે ગરમીથી રાહત મળી રહી છે, પરંતુ ખેડૂતો હજુ મોનસૂનની રાહ જોઈ રહ્યા છે, જે વાવણી માટે મહત્વનું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી, અને અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.