ભારતે સ્પષ્ટ કર્યું છે કે, પાકિસ્તાન સાથેના મુદ્દાઓ બંને દેશો સાથે મળીને ઉકેલશે, કોઈ ત્રીજા પક્ષને હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. ભારતની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમારું લાંબા સમયથી વલણ રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત કોઈપણ મુદ્દાનો ઉકેલ ભારત અને પાકિસ્તાન દ્વારા દ્વિપક્ષીય રીતે લાવવો જોઈએ. આ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે વધુમાં કહ્યું કે જેમ તમે જાણો છો, પેન્ડિંગ મામલો ફક્ત પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશને ખાલી કરાવવાનો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે લાંબા સમયથી અમારું રાષ્ટ્રીય વલણ રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરનો કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન દ્વારા જ ઉકેલાશે. આમાં કોઈ ફેરફાર નથી. પેન્ડિંગ કેસ ફક્ત પીઓકે પર કબજો કરવાનો છે. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજા હેઠળનું કાશ્મીર (POK) ખાલી કરવું પડશે.