હાલમાં માત્ર અમેરિકા F-22, F-35 અને ચીન J-20, J-35 પાસે 5જી પેઢીના સ્ટેલ્થ જેટ્સ છે. રશિયા Su-57 અને અન્ય દેશો પણ આ દિશામાં કામ કરી રહ્યા છે, પરંતુ ભારતનો AMCA પ્રોજેક્ટ સ્વદેશી ટેક્નોલોજી પર આધારિત છે, જે તેને અનન્ય બનાવે છે.
એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા 18 જૂન 2025ના રોજ જાહેર કરાયેલું એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) એ આ પ્રોજેક્ટનું પ્રથમ ઔપચારિક પગલું છે.
5th Generation Fighter Jet: ભારતે સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક પગલું ભરતાં 5જી પેઢીનું સ્ટેલ્થ ફાઇટર જેટ ‘એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ’ (AMCA) બનાવવા માટે પ્રથમ પગલું ભર્યું છે. સરકારે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) જાહેર કર્યું છે. આ પગલું ભારતને અમેરિકા અને ચીન જેવા દેશોની શ્રેણીમાં લઈ જશે, જે પાસે હાલમાં 5જી પેઢીના સ્ટેલ્થ ફાઇટર જેટ્સ છે.
AMCA પ્રોજેક્ટ શું છે?
એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટએ ભારતનું સ્વદેશી 5જી પેઢીનું સ્ટેલ્થ ફાઇટર જેટ છે, જે ભારતીય વાયુસેના અને નૌસેના માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવશે. આ જેટ એર સુપ્રીમસી, ગ્રાઉન્ડ સ્ટ્રાઇક, ઇલેક્ટ્રોનિક વોરફેર અને એન્ટી-એર ડિફેન્સ જેવા મિશન માટે સક્ષમ હશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો છે, જેના માટે સરકારે 15,000 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું છે.
EoI શું છે અને તેનું મહત્વ
એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા 18 જૂન 2025ના રોજ જાહેર કરાયેલું એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EoI) એ આ પ્રોજેક્ટનું પ્રથમ ઔપચારિક પગલું છે. આ EoI દ્વારા ભારતીય કંપનીઓને AMCAના પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ, ફ્લાઇટ ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટે બોલી લગાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
બોલી લગાવવાની પ્રક્રિયા: કંપનીઓ એકલા, જોઇન્ટ વેન્ચર અથવા કન્સોર્શિયમના રૂપમાં બોલી લગાવી શકે છે, પરંતુ તેમણે ભારતીય કાયદાઓનું પાલન કરવું પડશે.
અંતિમ તારીખ: બોલી જમા કરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2025 છે, અને જુલાઈ 2025ના પ્રથમ સપ્તાહમાં પ્રી-EOI બ્રીફિંગ યોજાશે.
ટેક્નિકલ રીતે સક્ષમ: કંપનીઓએ AMCAનું ડિઝાઇન સમજવાની ક્ષમતા, એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ, ટેસ્ટિંગ અને ક્વોલિટી મેનેજમેન્ટનો અનુભવ દર્શાવવો પડશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શોર્ટલિસ્ટ કરાયેલી કંપનીઓને મેન્યુફેક્ચરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે, જે 2035 સુધીમાં 6 સ્ક્વોડ્રન (લગભગ 126 જેટ્સ) બનાવવાનું લક્ષ્ય રાખે છે.
કઈ કંપનીઓ ભાગ લઈ શકે છે?
આ પ્રોજેક્ટમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે ખાનગી કંપનીઓ જેમ કે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, લાર્સન એન્ડ ટુબ્રો, અદાણી ડિફેન્સ અને મહિન્દ્રા ગ્રૂપ ભાગ લઈ શકે છે. HAL, જે અગાઉ ફાઇટર જેટ મેન્યુફેક્ચરિંગમાં એકમાત્ર ખેલાડી હતું, તેને હવે સ્પર્ધાત્મક બોલીમાં ભાગ લેવું પડશે, જે ભારતના એરોસ્પેસ ઇકોસિસ્ટમને મજબૂત કરશે.
ભારત માટે આ પ્રોજેક્ટ શા માટે મહત્વનું?
ભારતીય વાયુસેના હાલમાં 31 સ્ક્વોડ્રન સાથે કાર્યરત છે, જે 42ની સંમતિ કરતાં ઓછી છે. બીજી તરફ, ચીન પાસે J-20 અને J-35 જેવા 5જી પેઢીના જેટ્સ છે, અને પાકિસ્તાન J-35 ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં AMCA ભારતની એર સુપ્રીમસી માટે જરૂરી છે.