ટ્રમ્પના દાવા પર ભારતનો કડક જવાબ: 'દેશના લોકોનું હિત જ અમારી પ્રાથમિકતા, ક્રૂડ આયાતમાં કોઈની દખલગીરી નહીં' | Moneycontrol Gujarati
Get App

ટ્રમ્પના દાવા પર ભારતનો કડક જવાબ: 'દેશના લોકોનું હિત જ અમારી પ્રાથમિકતા, ક્રૂડ આયાતમાં કોઈની દખલગીરી નહીં'

India USA relations: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયન ક્રૂડ પરના દાવા સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ. વિદેશ મંત્રાલય કહે છે કે દેશના ગ્રાહકોનું હિત સર્વોપરી છે, માર્કેટની સ્થિતિ પ્રમાણે આયાત થશે. વધુ વિગતો માટે વાંચો.

અપડેટેડ 12:52:11 PM Oct 16, 2025 પર
Story continues below Advertisement
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રશિયન ક્રૂડ પરના દાવા સામે ભારત સરકારનો સ્પષ્ટ જવાબ.

Trump claims and MEA response: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે ભારતે રશિયામાંથી ક્રૂડ ઓઈલની ખરીદી અટકાવી દીધી છે. આ વાત પર ભારત સરકારે તીખી પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટ કર્યું છે કે અમારી પ્રાથમિકતા હંમેશા દેશના લોકોનું હિત જ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે વાત કરતા કહ્યું કે, ભારત મોટા પાયે ક્રૂડ અને ગેસની આયાત કરે છે. આ માર્કેટમાં ઘણી અસ્થિરતા છે, તેથી અમારી આયાત પોલિસી સંપૂર્ણપણે ભારતીય ગ્રાહકોના લાભને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અમે કોઈ અન્ય પરિબળોથી પ્રભાવિત થઈને નિર્ણય લેતા નથી.

આ જવાબ ટ્રમ્પના વધુ એક દાવાને ખોટો સાબિત કરે છે. અગાઉ પણ તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચેના સીઝફાયરમાં પોતાની મધ્યસ્થીનો દાવો કર્યો હતો, પરંતુ બંને દેશોએ તેને નકારી કાઢ્યો હતો અને કહ્યું કે કોઈ ત્રીજા પક્ષની સંડોવણી વિના આ થયું છે. જયસ્વાલે વધુમાં જણાવ્યું કે, અમે વિવિધ દેશો સાથે માર્કેટની સ્થિતિને આધારે ડીલ કરીએ છીએ. અમેરિકા પાસેથી પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રૂડની ખરીદી વધી છે અને આ વર્તમાન વહીવટીતંત્રે ઉર્જા ક્ષેત્રમાં ભારત સાથેના સંબંધોને પ્રોત્સાહન આપ્યું છે.

ભારતે અગાઉ પણ આવા સવાલોના જવાબમાં કહ્યું છે કે, યુરોપ પોતે રશિયા પાસેથી સૌથી વધુ ગેસ ખરીદે છે. જો તેઓ પોતાની ડીલ બંધ ન કરી શકે તો ભારત પર આંગળી ઉઠાવવાનો તેમને અધિકાર નથી. આ પ્રકારના પ્રતિબંધો લાદવાની વાતને ભારતે હંમેશા વિરોધ કર્યો છે. આ વલણ દર્શાવે છે કે ભારત તેની ઉર્જા સુરક્ષા અને આર્થિક હિતોને કોઈપણ કિંમતે સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે, અને તેમાં કોઈની દખલગીરી સ્વીકારશે નહીં. આ ઘટના ભારત-અમેરિકા સંબંધોમાં એક નવો વળાંક લાવી શકે છે, પરંતુ ભારતની પોલિસી સ્પષ્ટ છે - દેશના લોકો પ્રથમ.

આ પણ વાંચો- દિવાળાના આ તહેવારોમાં Google Driveની ખાસ ડીલ, ફોટા અને ડેટા માટે એક્સ્ટ્રા સ્ટોરેજ માત્ર 11માં મેળવો!

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2025 12:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.