એક અહેવાલ મુજબ ઈરાન સામેના શરૂઆતી સૈન્ય અભિયાનોમાં ઈઝરાયેલનો ખર્ચ આસમાને પહોંચી ગયો હતો. રિપોર્ટને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સના રિટાયર્ડ બ્રિગેડિયરે જણાવ્યું હતું કે આ ઓપરેશનના પ્રથમ 48 કલાકમાં જ 1.4 બિલિયન ડોલર અંદાજે 125 અબજ રૂપિયા ખર્ચ થઈ ગયા હતા.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલું યુદ્ધ દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યું છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલું યુદ્ધ દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યું છે. બંને દેશો એકબીજા પર મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટ વડે હુમલા કરી રહ્યા છે. ઈઝરાયેલ એક તરફ ગાઝામાં હમાસ સામે લડી રહ્યું છે, તો બીજી તરફ ઈરાન સાથેના યુદ્ધનો નવો મોરચો પણ સંભાળી રહ્યું છે. આ યુદ્ધમાં ઈઝરાયેલ દરરોજ અબજો રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. એક તાજેતરના અહેવાલ મુજબ, ઈઝરાયેલ આ યુદ્ધમાં દરરોજ આશરે 725 મિલિયન ડોલર (લગભગ 62 અબજ રૂપિયા) ખર્ચી રહ્યું છે.
શરૂઆતના 48 કલાકમાં 125 અબજનો ખર્ચ
એક અહેવાલ મુજબ ઈરાન સામેના શરૂઆતી સૈન્ય અભિયાનોમાં ઈઝરાયેલનો ખર્ચ આસમાને પહોંચી ગયો હતો. રિપોર્ટને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સના રિટાયર્ડ બ્રિગેડિયરે જણાવ્યું હતું કે આ ઓપરેશનના પ્રથમ 48 કલાકમાં જ 1.4 બિલિયન ડોલર અંદાજે 125 અબજ રૂપિયા ખર્ચ થઈ ગયા હતા. આ ખર્ચમાં મોટાભાગે જેટ ફ્યુઅલ, હથિયારો અને અન્ય સૈન્ય સાધનોનો સમાવેશ થાય છે.
જેટ ફ્યુઅલ અને હથિયારો પર દરરોજ 26 અબજ
સરકારી આર્થિક સલાહકારોના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલ ફક્ત જેટ ફ્યુઅલ અને હથિયારો પર જ દરરોજ 300 મિલિયન ડોલર લગભગ 26 અબજ રૂપિયા ખર્ચી રહ્યું છે. આ ખર્ચ ઈરાનના હુમલાઓનો જવાબ આપવા માટે ઉપયોગમાં લેવાતા ઈન્ટરસેપ્ટર્સ, ફાઈટર જેટ અને અન્ય અદ્યતન હથિયારોના ઉપયોગને કારણે વધી રહ્યો છે. ઈન્ટરસેપ્ટર્સ, જે ઈરાનની મિસાઈલોને રોકવા માટે ઈઝરાયેલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો મહત્વનો ભાગ છે, તેના પર પણ દરરોજ મોટો ખર્ચ થઈ રહ્યો છે.
રિઝર્વ સૈનિકોની ભરતીથી ખર્ચમાં વધારો
યુદ્ધના કારણે ઈઝરાયેલે રિઝર્વ સૈનિકોને પણ લશ્કરમાં જોડવાનું શરૂ કર્યું છે. આ રિઝર્વ સૈનિકોને યુદ્ધના મોરચે તૈનાત કરવા માટે દરરોજ 27 મિલિયન ડોલર (લગભગ 2.33 અબજ રૂપિયા) ખર્ચ થઈ રહ્યો છે. આ ઉપરાંત, ઈરાનના હુમલાઓથી ઈઝરાયેલની ઈમારતોને થયેલા નુકસાનનું પુનર્નિર્માણ પણ એક મોટો ખર્ચ ઉભો કરશે.
યુદ્ધની આર્થિક અસર: ઉત્પાદનમાં ઘટાડો
આ યુદ્ધની અસર ઈઝરાયેલના ઘરેલું ઉત્પાદન પર પણ પડી રહી છે. યુદ્ધને કારણે ઉદ્યોગો અને વ્યવસાયો પર નકારાત્મક અસર થઈ રહી છે, જેના કારણે દેશનું આર્થિક ઉત્પાદન ઘટી રહ્યું છે. આ ઉપરાંત, સૈન્ય ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ઈઝરાયેલની અર્થવ્યવસ્થા પર ભારે બોજ ઉભો કરી રહ્યો છે.
આગળ શું?
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું આ યુદ્ધ આગળ કેટલો સમય ચાલશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ આ યુદ્ધનો આર્થિક બોજ ઈઝરાયેલ માટે દિવસે દિવસે વધુ ભારે બની રહ્યો છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહી, તો ઈઝરાયેલની અર્થવ્યવસ્થા પર તેની ગંભીર અસર પડી શકે છે.