જયશંકરનો ટ્રમ્પને જવાબ: "અમને ખબર છે સીઝફાયર કેવી રીતે થયું, ઓપરેશન સિંદૂરનો રેકોર્ડ સ્પષ્ટ"
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે તેમણે ટ્રેડની લાલચ આપીને ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું. જોકે, ભારતે આ દાવાને અગાઉ પણ ઘણી વખત ખોટો ઠેરવ્યો છે.
જયશંકરે વોશિંગ્ટનમાં કહ્યું, "સીઝફાયરનો મુદ્દો બંને દેશોના સૈન્ય અધિકારીઓની વાતચીતથી ઉકેલાયો હતો
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વોશિંગ્ટનમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સીઝફાયર અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો છે. જયશંકરે કહ્યું, "અમને ખબર છે શું થયું હતું, હવે તેને ત્યાં જ છોડી દઈએ." ક્વાડ સમિટ દરમિયાન પત્રકારોના સવાલોના જવાબમાં તેમણે ટ્રમ્પના દાવાઓને નિરાધાર ગણાવ્યા.
સીઝફાયર DGMOની સીધી વાતચીતથી શક્ય બન્યું
જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારત અને પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચેની સીધી વાતચીતથી સીઝફાયર શક્ય બન્યું હતું. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ટ્રેડ ડીલનો ઉપયોગ કરીને ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું. જયશંકરે આ દાવાને ફગાવતાં કહ્યું, "તે સમયે શું થયું તેનો રેકોર્ડ સ્પષ્ટ છે. સીઝફાયર બંને દેશોના DGMOની વાતચીતનું પરિણામ હતું."
ટ્રમ્પનો વારંવારનો દાવો, ભારતનો ઇનકાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરે છે કે તેમણે ટ્રેડની લાલચ આપીને ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું. જોકે, ભારતે આ દાવાને અગાઉ પણ ઘણી વખત ખોટો ઠેરવ્યો છે. જયશંકરે વોશિંગ્ટનમાં કહ્યું, "સીઝફાયરનો મુદ્દો બંને દેશોના સૈન્ય અધિકારીઓની વાતચીતથી ઉકેલાયો હતો, તેમાં કોઈ ત્રીજી પાર્ટીની ભૂમિકા નહોતી."
ઓપરેશન સિંદૂરમાં ભારતની કાર્યવાહી
22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમા પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ 26 ભારતીયોની હત્યા કરી હતી. આના જવાબમાં ભારતે 6-7 મેની રાત્રે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરીને તેમને નષ્ટ કર્યા, જેમાં જૈશ અને લશ્કરના 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. બૌખલાયેલા પાકિસ્તાને જવાબી હુમલો કર્યો, પરંતુ ભારતે તેને નિષ્ફળ બનાવીને પાકિસ્તાનના 11 સૈન્ય ઠેકાણાઓ નષ્ટ કર્યા. આ પછી પાકિસ્તાને સીઝફાયરની વિનંતી કરી, અને 9-10 મેના રોજ યુદ્ધવિરામ થયું.
જયશંકરનો સ્પષ્ટ મેસેજ
જયશંકરે ટ્રમ્પના દાવાને નકારીને ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી. તેમણે કહ્યું, "અમે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂર દરમિયાન શું થયું. રેકોર્ડ સ્પષ્ટ છે, અને સીઝફાયર ભારત-પાકિસ્તાનની સૈન્ય સ્તરની વાતચીતનું પરિણામ છે." આ નિવેદનથી ભારતે ફરી એકવાર પોતાની સ્વતંત્ર નીતિ અને ક્ષમતાને રેખાંકિત કરી.