રાજ્યમાં મેઘરાજાનું રાજ! દ્વારકામાં 4.45 ઇંચ, કપરાડામાં 4.21 ઇંચ વરસાદ, 65 તાલુકામાં ભારે વરસાદ | Moneycontrol Gujarati
Get App

રાજ્યમાં મેઘરાજાનું રાજ! દ્વારકામાં 4.45 ઇંચ, કપરાડામાં 4.21 ઇંચ વરસાદ, 65 તાલુકામાં ભારે વરસાદ

Gujarat Rain 2025: સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 4.45 ઇંચ નોંધાયો હતો, જ્યારે કપરાડામાં 4.21 ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય, અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થયો છે.

અપડેટેડ 10:57:17 AM Jul 06, 2025 પર
Story continues below Advertisement
રાજ્યમાં વરસાદનો વંટોળ દ્વારકા ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો

Gujarat Rain 2025: ગુજરાતમાં મોન્સૂનનો માહોલ જામ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા મુજબ, 5 જુલાઈ, શનિવારે સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી રાજ્યના 177 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાંથી 65 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 4.45 ઇંચ અને વલસાડના કપરાડામાં 4.21 ઇંચ વરસાદ ખાબક્યો.

રાજ્યમાં વરસાદનો વંટોળ દ્વારકા ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો. જેતપુર પાવીમાં 3.9 ઇંચ, કલ્યાણપુરમાં 3.82 ઇંચ, વ્યારા અને ધરમપુરમાં 3.54 ઇંચ, ડોલવણમાં 3.46 ઇંચ, વાંસદામાં 3.43 ઇંચ, વઘઈમાં 3.39 ઇંચ, ડાંગ-આહવામાં 3.31 ઇંચ, ડેડિયાપાડામાં 3.23 ઇંચ અને વાપી તથા સોનગઢમાં 3.15 ઇંચ વરસાદ ખાબક્યો. આ ઉપરાંત, અમદાવાદ શહેરના એસજી હાઈવે, બોપલ, ઘુમા, આંબલી, પ્રહલાદનગર, વેજલપુર, બોડકદેવ, થલતેજ, ઇન્કમટેક્સ, વાડજ, ઉસ્માનપુરા, નિર્ણય નગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદે ઝડપ પકડી.

હવામાન વિભાગની ચેતવણીઇન્ડિયા મેટેઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD)એ 6 જુલાઈ માટે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની આવકસાઇક્લૉનિક સર્ક્યુલેશનના કારણે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ, જેનાથી રાજ્યના જળાશયો અડધી ક્ષમતાએ ભરાયા છે. આ વરસાદ ખેડૂતો માટે રાહતરૂપ છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ પણ વધ્યું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 06, 2025 10:57 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.