Gujarat Weather Update: ગુજરાતમાં ફરી એકવાર મોન્સૂનનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા મુજબ, 19 જુલાઈના રોજ સવારે 6:00થી રાત્રે 8:00 સુધી રાજ્યના 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતા તાલુકામાં 4.17 ઇંચ ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.
19 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ
SEOCના અહેવાલ પ્રમાણે, દાંતા ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો. લાખણીમાં 2.76 ઇંચ, અમીરગઢમાં 2.68 ઇંચ, પાલનપુરમાં 2.56 ઇંચ, ડીસામાં 2.28 ઇંચ, મોરબીમાં 2.20 ઇંચ અને ધોરાજીમાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત, દાંતીવાડામાં 1.89 ઇંચ, નડીયાદમાં 1.85 ઇંચ, વડગામ, કલ્યાણપુર અને રાધનપુરમાં 1.69 ઇંચ, ભાભરમાં 1.65 ઇંચ, ઉપલેટામાં 1.46 ઇંચ, ધાનેરામાં 1.22 ઇંચ, દિયોદર અને માણાવદરમાં 1.18 ઇંચ, વ્યારામાં 1.14 ઇંચ અને પાટણમાં 1.06 ઇંચ વરસાદ વરસ્યો. બાકીના 123 તાલુકાઓમાં 1 થી 24 મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જેવા વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સ્થાનિક વહીવટ દ્વારા પૂરની સંભાવનાને ધ્યાને રાખીને તૈયારીઓ શરૂ કરાઈ છે. ખેડૂતો માટે આ વરસાદ ફાયદાકારક હોવા સાથે, વધુ પડતા પાણીથી પાકને નુકસાન ન થાય તે માટે સતર્ક રહેવું જરૂરી છે.