નાના પાટેકર ગોવાના ડોના પાઉલા ખાતેના તેમના ઘરે હતા. ત્યાં અચાનક તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક બાંબોલિમ સ્થિત મણિપાલ હોસ્પિટલના કેજ્યુઅલ્ટી વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.
Nana Patekar death: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારે આખા દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે. પરંતુ હવે આ મામલામાં ગોવા પોલીસની એન્ટ્રી થતાં એક નવો વળાંક આવ્યો છે. 75 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી જીવ ગુમાવનાર નાના પાટેકરના કેસમાં પણજી પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધ્યો છે. આ સમાચાર બહાર આવતા જ ચાહકોમાં અનેક સવાલો ઊભા થયા હતા કે આખરે પોલીસ કેસ કેમ થયો? ચાલો જાણીએ આ પાછળનું કાયદાકીય કારણ શું છે.
ગોવા પોલીસની કાર્યવાહી અને તપાસ
પોલીસના સત્તાવાર રેકોર્ડ મુજબ, નાના પાટેકર ગોવાના ડોના પાઉલા ખાતેના તેમના ઘરે હતા. ત્યાં અચાનક તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક બાંબોલિમ સ્થિત મણિપાલ હોસ્પિટલના કેજ્યુઅલ્ટી વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ પણજી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 હેઠળ અકુદરતી મોતનો કેસ દાખલ કર્યો છે. હાલમાં PSI નિતિન નાઈકની દેખરેખ હેઠળ આ સમગ્ર કેસની કાનૂની તપાસ ચાલી રહી છે.
गोवा: जाने-माने अभिनेता विश्वनाथ (नाना) गजानन पाटेकर की मौत के बाद पणजी पुलिस ने भारतीय नागरिक सुरक्षा संहिता (BNSS) की धारा 194 के तहत अप्राकृतिक मौत (UD) का मामला दर्ज किया है।
पुलिस रिकॉर्ड के मुताबिक, 76 साल के एक्टर को डोना पाउला के ओशन पार्क स्थित उनके घर से बांबोलिम के मणिपाल हॉस्पिटल के कैजुअल्टी वार्ड में मृत अवस्था में लाया गया था। PSI नितिन नाइक की देखरेख में इस मामले की आगे की जांच चल रही है। — ANI_HindiNews (@AHindinews) October 9, 2026
અકુદરતી મોતનો કેસ શા માટે નોંધાયો?
ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે કે જો મોત બીમારીથી થયું છે, તો પછી પોલીસ કેસ શા માટે? મેડિકલ અને પોલીસ નિયમો મુજબ આ એક સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે પણ કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં મૃત હાલતમાં (Brought Dead) લાવવામાં આવે છે, ત્યારે હોસ્પિટલ પ્રશાસને ફરજિયાત પોલીસને જાણ કરવી પડે છે. આ પ્રક્રિયાને કાયદાકીય ભાષામાં 'મેડિકો-લીગલ કેસ' (MLC) કહેવાય છે. પોલીસ કેસ નોંધાવાનો અર્થ એ બિલકુલ નથી કે મોતમાં કોઈ શંકા કે ગુનો છે. આ માત્ર મોતનું સાચું કારણ જાણવા અને સત્તાવાર સરકારી દસ્તાવેજ તૈયાર કરવાની એક કાનૂની પ્રક્રિયા છે.
પોસ્ટમોર્ટમ અને મોતનું સાચું કારણ
પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે નાના પાટેકરનું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું છે. તેઓ પહેલાથી જ હૃદયની બીમારી ધરાવતા હતા અને તેમની જરૂરી દવાઓ પણ ચાલુ હતી. જોકે, મોતના સત્તાવાર કારણની 100% પુષ્ટિ કરવા માટે ગોવા મેડિકલ કોલેજ ખાતે તેમના પાર્થિવ શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
પૂણેમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
ગોવામાં પોસ્ટમોર્ટમ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના નશ્વર દેહને પૂણે ગ્રામીણ વિસ્તારમાં આવેલા તેમના પૈતૃક ગામ ડોંજે ખાતે લાવવામાં આવ્યો હતો. ગુરુવારે પૂરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર મલ્હાર પાટેકરે પિતાને મુખાગ્નિ આપી હતી. 75 વર્ષીય આ મહાન કલાકારની વિદાયથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકનો માહોલ છે અને અનેક દિગ્ગજો તેમને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.