ગુજરાતમાં ટેક્સી સેવાનો નવો યુગ: 'ભારત ટેક્સી' 20 નવેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં શરૂ, ડ્રાઈવરને મળશે 100% કમાણી! | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં ટેક્સી સેવાનો નવો યુગ: 'ભારત ટેક્સી' 20 નવેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં શરૂ, ડ્રાઈવરને મળશે 100% કમાણી!

ગુજરાતમાં 20 નવેમ્બરથી લોન્ચ થતી 'ભારત ટેક્સી' સેવા: કોઈ કમિશન નહીં, ડ્રાઈવરને પૂરી કમાણી, સસ્તી અને સુરક્ષિત રાઈડ્સ. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં શરૂઆત – જાણો વિગતો!

અપડેટેડ 01:00:34 PM Nov 09, 2025 પર
Story continues below Advertisement
દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા 'ભારત ટેક્સી' 20 નવેમ્બરથી ગુજરાતના ત્રણ મુખ્ય શહેરો – અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ – માં ટ્રાયલ આધારે શરૂ થશે.

Bharat Taxi Gujarat Taxi Service: ખાનગી કેબ કંપનીઓના ઊંચા કમિશન અને વધુ ભાડાની સમસ્યાઓ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો પગલું ભર્યું છે. દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા 'ભારત ટેક્સી' 20 નવેમ્બરથી ગુજરાતના ત્રણ મુખ્ય શહેરો – અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ – માં ટ્રાયલ આધારે શરૂ થશે. આ સેવા કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા વિકસિત કરવામાં આવી છે, જે ડ્રાઈવરોને સહ-માલિક બનાવીને તેમની કમાણીને સુરક્ષિત કરશે.

સંપૂર્ણ કમાણી ‘સારથી’ના ખિસ્સામાં જશે

હાલમાં ખાનગી એપ્સ જેવી કંપનીઓમાં ડ્રાઈવરોને તેમની આવકનો 25% જેટલો હિસ્સો કમિશન તરીકે ચૂકવવો પડે છે, જે તેમના માટે મોટી મુશ્કેલી છે. પરંતુ 'ભારત ટેક્સી'માં આવું કંઈ નહીં થાય. અહીં એક નિશ્ચિત ફી, કોઈ વધારાનું કમિશન નહીં. દરેક રાઈડની સંપૂર્ણ કમાણી સીધી ડ્રાઈવરના ખિસ્સામાં જશે. આ ઉપરાંત, ડ્રાઈવરોને 'સારથી' તરીકે ગૌરવ આપવામાં આવશે, જેથી તેમને વધુ આત્મસન્માન મળે.

મનસ્વી ભાડું વસુલતી ટેક્ષીઓથી મળશે રાહત

ગ્રાહકો માટે પણ આ સેવા રાહત આપનારી છે. પીક અવર્સમાં વધારાના ભાડા કે મનસ્વી વસૂલાતની ચિંતા નહીં રહે. સરકારી પ્લેટફોર્મ હોવાથી ભાડું વધુ પોસાય તેવું અને સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. મહિલા ડ્રાઈવરોને પણ તક આપીને મહિલા સુરક્ષાને મજબૂત કરવામાં આવશે, જેથી મુસાફરી વધુ વિશ્વાસપાત્ર બને.


આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ડિસેમ્બરમાં દિલ્હીમાં 650 ડ્રાઈવરો સાથે થશે. ગુજરાતમાં આ માટે રાજ્ય સહકાર વિભાગ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે મળીને કેબ એગ્રીગેટર લાયસન્સ મેળવવાની પ્રક્રિયા ચલાવી રહ્યો છે. સફળતા પછી આ સેવા રાજ્યભરમાં ફેલાશે.

આ 'ભારત ટેક્સી' ટેક્નોલોજી અને સહકારના મિશ્રણથી પરિવહન ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે. ડ્રાઈવરો માટે આર્થિક સશક્તિકરણ અને ગ્રાહકો માટે વિશ્વાસપાત્ર વિકલ્પ ગુજરાતીઓ માટે આ એક સ્વપ્ન રહેશે.

આ પણ વાંચો- HALએ GE સાથે 8870 કરોડની ડીલ કરી: તેજસ MK-1A માટે 113 જેટ એન્જિનનો કરાર, 2027થી ડિલિવરી શરૂ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 09, 2025 1:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.