Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. 26ના મોતની આશંકા છે. જો કે, સત્તાવાર રીતે 16ના મોતની પુષ્ટિ કરાઈ છે. મૃતકોમાં બે વિદેશી નાગરિક પણ છે. ઘટનામાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
બે લોકોની હાલત ગંભીર જણાવાય રહી છે. તેમાંના ત્રણ સ્થાનિક અને બાકીના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓડિસા સહિત અન્ય રાજ્યોના નાગરિક છે. પહેલગામા હુમલામાં 5 થી 6 આતંકવાદીઓ હતા. આતંકવાદી સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું આતંકવાદી સંગઠન છે.
ઉલ્લેખનીય છે કે આ હુમલામાં ગુજરાતીઓ પણ ભોગ બન્યા છે. સુરતના હિંમતભાઈ કળથિયા નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે ભાવનગરના એક વ્યક્તિ ઘાયલ થયા હતા. જ્યારે અન્ય પણ એક ગુજરાતીનું મોત થયાનું સામે આવ્યું છે. આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબેનિટ કમિટી ઓન સિક્યુરિટીની પણ બેઠક મળશે.