પાકિસ્તાને ભારતની રાહે ચાલીને બનાવ્યો AI પ્લાન: 2030 સુધીમાં 10 લાખ AI પ્રોફેશનલ્સ તૈયાર કરવાનું લક્ષ્ય
Pakistan AI Policy: વડાપ્રધાન કાર્યાલયના નિવેદન મુજબ આ નીતિ દ્વારા પાકિસ્તાનનો હેતુ આધુનિક ટેકનોલોજી સાથે જોડાવાનો, યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવાનો અને દેશભરમાં AI Ecosystemની સ્થાપના કરવાનો છે.
વડાપ્રધાન કાર્યાલયના નિવેદન મુજબ આ નીતિ દ્વારા પાકિસ્તાનનો હેતુ આધુનિક ટેકનોલોજી સાથે જોડાવાનો, યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવાનો અને દેશભરમાં AI Ecosystemની સ્થાપના કરવાનો છે.
Pakistan AI Policy: પાકિસ્તાને તેની પ્રથમ રાષ્ટ્રીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નીતિની જાહેરાત કરી છે, જેના દ્વારા દેશમાં AI Ecosystemની સ્થાપના કરવાનો મહત્વાકાંક્ષી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભારતે તાજેતરમાં ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં AI લેબ્સ બનાવવાની યોજના જાહેર કરી હતી, જેનો હેતુ યુવાનોને AI પ્રોફેશનલ્સ બનાવવાનો છે. હવે પાડોશી દેશ પાકિસ્તાને પણ ભારતની જેમ AI ક્ષેત્રે ઝડપથી આગળ વધવાના પગલાં ઉઠાવ્યાં છે.
પાકિસ્તાનની નવી AI નીતિમાં શું છે ખાસ?
પાકિસ્તાનની ફેડરલ કેબિનેટે બુધવારે National Artificial Intelligence (AI) Policy 2025ને મંજૂરી આપી છે. આ પોલીસી આગામી થોડા મહિનામાં લાગુ થવાની સંભાવના છે. આ નીતિની રચના પાકિસ્તાનના Ministry of Information Technology દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું.
વડાપ્રધાન કાર્યાલયના નિવેદન મુજબ આ નીતિ દ્વારા પાકિસ્તાનનો હેતુ આધુનિક ટેકનોલોજી સાથે જોડાવાનો, યુવાનો માટે રોજગારની તકો ઊભી કરવાનો અને દેશભરમાં AI Ecosystemની સ્થાપના કરવાનો છે. શહબાઝ શરીફે જણાવ્યું કે, “અમારા યુવાનો અમારો સૌથી મોટો ખજાનો છે. AIમાં રોકાણ એ દેશના ભવિષ્યમાં રોકાણ છે.”
2030 સુધીમાં પાકિસ્તાનના મહત્વાકાંક્ષી લક્ષ્યો
10 લાખ AI પ્રોફેશનલ્સ: 2030 સુધીમાં 10 લાખ યુવાનોને AI ક્ષેત્રે તાલીમ આપીને પ્રોફેશનલ્સ બનાવવા.
1000 Home-Grown AI પ્રોડક્ટ્સ: દેશમાં જ 1000 AI આધારિત પ્રોડક્ટ્સ વિકસાવવી.
50,000 AI-સંચાલિત પબ્લિક સર્વિસ પ્રોજેક્ટ્સ: જાહેર સેવાઓમાં AI નો ઉપયોગ કરીને 50,000 પ્રોજેક્ટ્સ શરૂ કરવા.
AI સ્કોલરશિપ્સ: દર વર્ષે મહિલાઓ અને દિવ્યાંગો માટે AI સ્કોલરશિપ્સ ફાળવવી.
AI ઇનોવેશન અને વેન્ચર ફંડ: નવીન AI પ્રોજેક્ટ્સ માટે ફંડિંગની વ્યવસ્થા.
AI પ્લાનને લાગુ કરવાની રણનીતિ
પાકિસ્તાન આ નીતિને અમલમાં મૂકવા માટે એક અલગ AI કાઉન્સિલની રચના કરશે. આ કાઉન્સિલ નેશનલ માસ્ટર પ્લાન અને એક્શન મેટ્રિક્સ ના આધારે કામ કરશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય AI ધોરણોનું પાલન, ડેટા પ્રોટેક્શન, સાયબર સિક્યોરિટી અને AIના નૈતિક ઉપયોગ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
ભારત સાથે સ્પર્ધા?
ભારતે તાજેતરમાં AI લેબ્સ દ્વારા 1.5 લાખ વિદ્યાર્થીઓને આગામી એક વર્ષમાં તાલીમ આપવાનું લક્ષ્ય રાખ્યું છે. પાકિસ્તાનની આ નવી નીતિને ભારતના આ પગલાં સાથે સ્પર્ધા તરીકે જોવામાં આવી રહી છે. બંને દેશો યુવાનોને AI ક્ષેત્રે આગળ લાવવા અને ટેકનોલોજીના વૈશ્વિક રેસમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
શું થશે ફાયદો?
પાકિસ્તાનની આ નીતિ દેશની અર્થવ્યવસ્થા અને યુવાનો માટે નવી તકો ખોલી શકે છે. AI નો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને જાહેર સેવાઓમાં ક્રાંતિ લાવી શકે છે. આ ઉપરાંત યુવાનોને નવી ટેકનોલોજી સાથે જોડીને રોજગારની તકો વધશે, જે દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થશે.