પાકિસ્તાની સેનાએ અમૃતસરના ‘સુવર્ણ મંદિર' પર ડ્રોન અને મિસાઇલો છોડી હતી, ભારતીય સેનાએ કર્યો મોટો ખુલાસો
આ ઘટના ભારતીય સેનાની તાકાત અને સતર્કતાનું જીવંત ઉદાહરણ છે. સ્વર્ણ મંદિર જેવા પવિત્ર સ્થળને નુકસાન પહોંચાડવાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ થયો, અને ભારતે ફરી એકવાર પોતાની સુરક્ષા ક્ષમતાઓનો પરચો આપ્યો.
8 મેની સવારે, અંધારાના સમયમાં, પાકિસ્તાને મોટા પાયે હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ડ્રોન અને લાંબા અંતરની મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો.
ભારતીય સેનાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે પાકિસ્તાની સેનાએ પંજાબના અમૃતસરમાં આવેલા પવિત્ર સ્વર્ણ મંદિર પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સેનાની સતર્કતા અને એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમના કારણે આ હુમલો નિષ્ફળ રહ્યો, અને સ્વર્ણ મંદિર પર એકપણ ખંચ આવી નહીં.
ઓપરેશન સિંદૂરની સફળતા
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના આતંકી સંગઠનો અને તેની સેનાને ટૂંકા સમયમાં ઘૂંટણે લાવી દીધા હતા. આ ઓપરેશન દરમિયાન ભારતે ખાસ કાળજી રાખી કે પાકિસ્તાનના સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન પહોંચે. પરંતુ બીજી તરફ, પાકિસ્તાની સેનાએ કાયરતાપૂર્ણ રીતે ભારતના નાગરિક સ્થળોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો.
પાકિસ્તાનનું કાયરતાપૂર્ણ પગલું
ભારતીય સેનાના મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રિ, જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC), 15 ઈન્ફન્ટ્રી ડિવિઝન,એ જણાવ્યું કે, "અમને ખબર હતી કે પાકિસ્તાની સેના પાસે કોઈ વાજબી ટાર્ગેટ નથી, તેથી તેઓ ભારતના મિલિટરી સ્થળો, ધાર્મિક સ્થળો અને નાગરિક વિસ્તારોને નિશાન બનાવી શકે છે. આમાં સ્વર્ણ મંદિર સૌથી મહત્વનું લક્ષ્ય હોઈ શકે છે. અમે આની આગોતરી તૈયારી કરી હતી અને સ્વર્ણ મંદિરને સંપૂર્ણ એર ડિફેન્સ કવર આપવા માટે એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી હતી."
8 મેનો હુમલો અને ભારતીય સેનાની સતર્કતા
મેજર જનરલ શેષાદ્રિએ વધુમાં જણાવ્યું કે, "8 મેની સવારે, અંધારાના સમયમાં, પાકિસ્તાને મોટા પાયે હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ડ્રોન અને લાંબા અંતરની મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ અમે સંપૂર્ણ રીતે તૈયાર હતા. અમારા બહાદુર અને સતર્ક એર ડિફેન્સ ગનર્સે પાકિસ્તાનના આ નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી દીધા. સ્વર્ણ મંદિરને નિશાન બનાવનારા તમામ ડ્રોન અને મિસાઈલને નષ્ટ કરી દેવામાં આવ્યા. આ રીતે અમે અમારા પવિત્ર સ્વર્ણ મંદિરને એક ખંચ પણ ન આવવા દીધી."
ભારતની મજબૂત રણનીતિ
ભારતીય સેનાની આ સફળતા દર્શાવે છે કે દેશની સુરક્ષા અને પવિત્ર સ્થળોનું રક્ષણ કરવામાં ભારત કેટલું સક્ષમ છે. આ ઘટનાએ પાકિસ્તાનની હરકતોને ખુલ્લી પાડી છે, જે ધાર્મિક સ્થળો જેવા સંવેદનશીલ સ્થાનોને પણ નિશાન બનાવવાથી પાછું નથી હટતું.
નાગરિકોની સુરક્ષા પ્રથમ
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું કે પાકિસ્તાનના સામાન્ય નાગરિકોને કોઈ નુકસાન ન પહોંચે. આનાથી ભારતની નૈતિક મજબૂતી અને માનવતાની ભાવના પણ સ્પષ્ટ થાય છે.
#WATCH | Amritsar, Punjab: Major General Kartik C Seshadri, GOC, 15 Infantry Division says "...Knowing that Pak Army does not have any legitimate targets, we anticipated that they will target Indian military installations, civilian targets including religious places. Of these,… https://t.co/y9gECbSao1pic.twitter.com/5X8Gwi5RRW