PM મોદીનો પાકિસ્તાન પર પ્રહાર: 'આદિલની હત્યા, કાશ્મીરિયત પર હુમલો'
Modi in Katra: વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરના લોકોની હિંમતની પ્રશંસા કરી અને કહ્યું કે, "આતંકવાદ સામે આખું કાશ્મીર એકજૂટ થઈને ઊભું રહ્યું છે. આ લોકોએ દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ આતંકવાદનો કડક જવાબ આપવા તૈયાર છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને તેની ઇમારતો ખંડેરમાં ફેરવી દીધી છે.
Modi in Katra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજ, ચિનાબ બ્રિજનું લોકાર્પણ કર્યું.
Modi in Katra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજ, ચિનાબ બ્રિજનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન કટરામાં એક જનસભાને સંબોધતા તેમણે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા અને પહેલગામ હુમલામાં શહીદ થયેલા સ્થાનિક યુવક આદિલની હત્યાને 'કાશ્મીરિયત અને ઇન્સાનિયત પર હુમલો' ગણાવ્યો. PM મોદીએ પાકિસ્તાનને 'માનવતાનો દુશ્મન' ગણાવીને તેની નીચ રાજનીતિની ઝાટકણી કાઢી.
પાકિસ્તાનની સાજિશ, કાશ્મીરના ટૂરિઝમ પર હુમલો
PM મોદીએ કહ્યું કે, પાકિસ્તાને 22 એપ્રિલે પહેલગામમાં કરેલા આતંકવાદી હુમલાથી કાશ્મીરના મહેનતકશ લોકોની આજીવિકાને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. "પાકિસ્તાન કાશ્મીરમાં સાંપ્રદાયિક રમખાણો ફેલાવવા માંગે છે. ટૂરિઝમ, જે કાશ્મીરના લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત છે, તેને નષ્ટ કરવાની સાજિશ પાકિસ્તાને રચી. આદિલ જેવા નિર્દોષ યુવાન, જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરી રહ્યો હતો, તેને પણ આતંકીઓએ મારી નાખ્યો," એમ મોદીએ કહ્યું.
#WATCH | Katra, J&K | Prime Minister Narendra Modi says, "Adil, who challenged the terrorists, had also gone to Pahalgam to work so that he could take care of his family. But the terrorists killed him too... The strength that the people of Jammu and Kashmir have shown during this… pic.twitter.com/V5258ybajh
વડાપ્રધાને જમ્મુ-કાશ્મીરના લોકોની હિંમતની પ્રશંસા કરી અને કહ્યું કે, "આતંકવાદ સામે આખું કાશ્મીર એકજૂટ થઈને ઊભું રહ્યું છે. આ લોકોએ દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ આતંકવાદનો કડક જવાબ આપવા તૈયાર છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરીને તેની ઇમારતો ખંડેરમાં ફેરવી દીધી છે. "6 મેની રાતે ભારતે પાકિસ્તાનને બતાવી દીધું કે આપણે આતંકના ગઢમાં ઘૂસીને જવાબ આપી શકીએ છીએ," એમ તેમણે ઉમેર્યું.
ચિનાબ બ્રિજ: ભારતની શક્તિનું પ્રતીક
PM મોદીએ ચિનાબ બ્રિજને ભારતની શક્તિ અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક ગણાવ્યું. તેમણે કહ્યું, "આ બ્રિજ ફક્ત ઇંટ, સિમેન્ટ અને સ્ટીલનું બાંધકામ નથી, પરંતુ પીર પંજાલની દુર્ગમ ટેકરીઓ પર ઊભેલું ભારતનું ગૌરવ છે." તેમણે ફ્રાન્સના એફિલ ટાવર સાથે તુલના કરતાં જણાવ્યું કે, ચિનાબ બ્રિજ એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે અને ટૂંક સમયમાં તે ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે લોકપ્રિય બનશે. "લોકો અહીં સેલ્ફી લેવા આવશે, કારણ કે આ બ્રિજ એન્જિનિયરિંગનો શ્રેષ્ઠ નમૂનો છે," એમ તેમણે ઉમેર્યું.
વિકાસનો વાયદો
PM મોદીએ જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી. તેમણે કહ્યું, "નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે હું વિકાસને અટકવા નહીં દઉં. કોઈપણ અડચણ આવશે તો તેને પહેલા મોદીનો સામનો કરવો પડશે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતનું સપનું વિકસિત ભારતનું છે, અને આ સપનું હાંસલ કરવા માટે દેશની શક્તિ અને નેક ઇરાદા પૂરતા છે.