PM Modi Cyprus: PM મોદીને મળ્યું સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિઓસ-III’
PM મોદીએ GST જેવા ટેક્સ રિફોર્મ્સ, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, જૂના કાયદાઓનું ડિક્રિમિનલાઇઝેશન અને બિઝનેસમાં ટ્રસ્ટ બિલ્ડિંગ જેવા મહત્ત્વના પગલાંઓનો ઉલ્લેખ કર્યો. આ સુધારાઓએ ભારતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હબ બનાવવામાં મદદ કરી છે.
આ સાથે PM મોદીને અત્યાર સુધીમાં લગભગ 23 દેશો તરફથી આવા પ્રતિષ્ઠિત સન્માનો મળી ચૂક્યા છે.
PM Modi Cyprus: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયપ્રસની ધરતી પરથી ફરી એકવાર ભારતની વધતી જતી વૈશ્વિક તાકાતનો ડંકો વગાડ્યો છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડૂલાઇડ્સે રવિવારે લિમાસોલ શહેરમાં યોજાયેલા એક ખાસ સમારોહમાં PM મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિઓસ-III’થી સન્માનિત કર્યા. આ સાથે PM મોદીને અત્યાર સુધીમાં લગભગ 23 દેશો તરફથી આવા પ્રતિષ્ઠિત સન્માનો મળી ચૂક્યા છે. આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે.
#WATCH | Nicosia: President of Cyprus, Nikos Christodoulides awards Prime Minister Narendra Modi with Grand Cross of the Order of Makarios III, the highest honour in Cyprus. (Video: ANI/DD) pic.twitter.com/a5eqebCyoR
લિમાસોલમાં યોજાયેલા બિઝનેસ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં PM મોદીએ ભારતની આર્થિક સફળતાની ગાથા રજૂ કરી. તેમણે જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં નીતિ-નિર્માણમાં સ્થિરતા, બિઝનેસ ઇન્વાયરમેન્ટમાં સુધારો, ડિજિટલ રિવોલ્યુશન અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મેજર ઇકોનોમી બનાવી છે. “આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં તે ત્રીજા સ્થાને પહોંચી જશે,” એમ તેમણે ઉમેર્યું.
PM મોદીએ GST જેવા ટેક્સ રિફોર્મ્સ, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, જૂના કાયદાઓનું ડિક્રિમિનલાઇઝેશન અને બિઝનેસમાં ટ્રસ્ટ બિલ્ડિંગ જેવા મહત્ત્વના પગલાંઓનો ઉલ્લેખ કર્યો. આ સુધારાઓએ ભારતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હબ બનાવવામાં મદદ કરી છે.
સાયપ્રસ સાથે દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઈ
PM મોદીએ સાયપ્રસ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, ડિજિટલ પેમેન્ટ, ટૂરિઝમ, ડિફેન્સ, લોજિસ્ટિક્સ અને સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગની ઘણી શક્યતાઓ છે. ખાસ કરીને ભારતની ડિજિટલ ક્રાંતિની વાત કરતાં તેમણે જણાવ્યું, “વિશ્વના 50 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે, જેનું શ્રેય UPIને જાય છે.” આ દરમિયાન NPCI ઇન્ટરનેશનલ અને યુરોબેંક સાયપ્રસ વચ્ચે એક MoU પર હસ્તાક્ષર થયા, જેના દ્વારા બંને દેશો વચ્ચે ક્રોસ-બોર્ડર પેમેન્ટ સિસ્ટમને વધુ સરળ બનાવવામાં આવશે.
સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન અને વૈશ્વિક માન
સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડૂલાઇડ્સે PM મોદીને આપેલું ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિઓસ-III’ એ બંને દેશો વચ્ચેના મજબૂત સંબધોનું પ્રતીક છે. આ સન્માન ભારતની ગ્લોબલ લીડરશિપ અને PM મોદીના નેતૃત્વની સરાહના કરવા માટે આપ.વામાં આવ્યું. આ પહેલાં ભારતના PM ને યુએઈ, રશિયા, ફ્રાન્સ, ભૂટાન અને અન્ય દેશોમાંથી પણ આવા પ્રતિષ્ઠિત એવોર્ડ્સ મળી ચૂક્યા છે.