ગુજરાતમાં ગરમી વચ્ચે પ્રી-મોન્સૂન એક્ટિવિટી: 3 થી 6 મે વચ્ચે માવઠાની શક્યતા, વાતાવરણમાં આવશે પલટો
હવામાન વિભાગ મુજબ 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં છાંટા પડશે તેવી શક્યતા છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી સાથે ગાજવીજ થવાની પણ સંભાવના છે.
ગુજરાતમાં એક બાજુ કડાકા ભડાકાની ગરમી જનજીવનને અસહજ બનાવી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે.
ગુજરાતમાં એક બાજુ કડાકા ભડાકાની ગરમી જનજીવનને અસહજ બનાવી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરી છે. 3 થી 6 મે વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રિ-મોન્સૂન પ્રવૃત્તિઓના કારણે વાદળી માહોલ સાથે ગાજવીજ તથા પવન સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
3 મે: ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ
હવામાન વિભાગ મુજબ 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં છાંટા પડશે તેવી શક્યતા છે. સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી સાથે ગાજવીજ થવાની પણ સંભાવના છે.
4 મે: વધતી વરસાદી પ્રવૃત્તિ
4 મેના રોજ પણ વરસાદી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. આ દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે.
5 મે: ગુજરાતના મોટા ભાગમાં વરસાદ
5 મેના રોજ રાજ્યના વધુ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છાંટા પડી શકે છે.
6 મે: દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાં માવઠાની અસર
6 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
તાપમાને તોડ્યા રેકોર્ડ, કંડલા એયરપોર્ટ ઉપર 45.4℃
રાજ્યમાં સતત વધી રહેલા તાપમાન વચ્ચે કેટલાક વિસ્તારોમાં પારો 45 ડિગ્રીને પણ વટાવી ગયો છે. કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 45.4℃ તાપમાન નોંધાયું છે. અન્ય મહત્વના શહેરોમાં તાપમાન આ મુજબ નોંધાયું.
રાજકોટ: 44.5℃
અમરેલી: 43.8℃
અમદાવાદ: 43.5℃
ગાંધીનગર: 43.4℃
ડિસા: 43.5℃
વલ્લભ વિદ્યાનગર: 42.1℃
વડોદરા: 41.6℃
ભુજ: 42.4℃
સુરેન્દ્રનગર: 43.3℃
કેશોદ: 40℃
નાગરિકોએ રાખવી પડશે સાવચેતતા
હવામાન વિભાગે લોકોને તાપમાની તીવ્રતા અને માવઠાની સંભાવના વચ્ચે જાગૃત રહેવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને કૃષિ આધારિત વિસ્તારમાં ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આગામી દિવસોમાં માવઠા અને પવનને ધ્યાનમાં રાખી પગલાં ભરે.