ખેડૂતોને પાકની સુરક્ષા માટે અને નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે. રાજ્યના વહીવટી તંત્રને પણ ઇમરજન્સી સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવાયું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદની તીવ્રતામાં વધારો થશે.
ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે, બોપલ, ઘુમા, આંબલી, પ્રહલાદનગર, આનંદનગર,વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના કારણે લોકોને બફારાથી રાહત મળી છે.
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો
ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં વરસાદે બરાબરનો રંગ જમાવ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ એટલે કે 29 જૂનથી 3 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે સવારે 6:00થી સાંજે 6:00 વાગ્યા સુધી દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 2.44 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે જાંબુઘોડામાં 2.4 ઇંચ વરસાદ વરસ્યો.
21 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા અનુસાર, 28 જૂનના રોજ 12 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. જેમાં દેવભૂમિ દ્વારકા (2.44 ઇંચ), જાંબુઘોડા (2.4 ઇંચ), લખપત (1.89 ઇંચ), પોરબંદર (1.85 ઇંચ), ભરુચ (1.81 ઇંચ), કરજણ, ચીખલી અને વલસાડ (1.73 ઇંચ)નો સમાવેશ થાય છે.
અમદાવાદમાં વરસાદથી રાહત
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદનો માહોલ જોવા મળ્યો. એસજી હાઈવે, બોપલ, ઘુમા, આંબલી, પ્રહલાદનગર, આનંદનગર, વેજલપુર, બોડકદેવ અને થલતેજ જેવા વિસ્તારોમાં વરસાદે લોકોને ગરમી અને બફારાથી રાહત આપી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો.
29 જૂનની હવામાન આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 29 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
લો પ્રેશર સિસ્ટમની અસર
હવામાન વિભાગે જણાવ્યું કે, લો પ્રેશર સિસ્ટમ અને અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદની તીવ્રતામાં વધારો થશે. આગામી દિવસોમાં 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.