Galaxy S25 Edgeનું પ્રોડક્શન નોઈડા પ્લાન્ટમાં થશે અને તેને વિશ્વભરના બજારોમાં એક્સપોર્ટ કરવામાં આવશે. સેમસંગ પહેલાથી જ આ સિરીઝના અન્ય મોડેલ્સ - ગેલેક્સી S25, S25 પ્લસ અને S25 અલ્ટ્રા - ભારતમાં બનાવી રહી છે. આ પગલું ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એક મોટી સફળતા છે અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપશે.
દક્ષિણ કોરિયન ટેકનોલોજી દિગ્ગજ સેમસંગે તેનો અત્યાર સુધીનું સૌથી સ્લીમ ફ્લેગશિપ સ્માર્ટફોન, Galaxy S25 Edge, લોન્ચ કર્યો છે.
દક્ષિણ કોરિયન ટેકનોલોજી દિગ્ગજ સેમસંગે તેનો અત્યાર સુધીનું સૌથી સ્લીમ ફ્લેગશિપ સ્માર્ટફોન, Galaxy S25 Edge, લોન્ચ કર્યો છે. આ ફોનનું પ્રોડક્શન ભારતના નોઈડા સ્થિત પ્લાન્ટમાં થશે, જે સેમસંગની 'મેક ઇન ઇન્ડિયા' પહેલને વધુ મજબૂત બનાવે છે. કંપનીએ કન્ફોર્મ કર્યું છે કે આ સ્માર્ટફોન દિલ્હી નજીક આવેલા નોઈડા પ્લાન્ટમાં એસેમ્બલ થશે અને તે સંપૂર્ણપણે 'મેડ ઇન ઇન્ડિયા' હશે. આ ફોનમાં 200MP કેમેરા, Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર અને Galaxy AI જેવા એડવાન્સ્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે.
ભારતમાં પ્રોડક્શન અને ગ્લોબલ એક્સપોર્ટ
એક અહેવાલ મુજબ, Galaxy S25 Edgeનું પ્રોડક્શન નોઈડા પ્લાન્ટમાં થશે અને તેને વિશ્વભરના બજારોમાં એક્સપોર્ટ કરવામાં આવશે. સેમસંગ પહેલાથી જ આ સિરીઝના અન્ય મોડેલ્સ - ગેલેક્સી S25, S25 પ્લસ અને S25 અલ્ટ્રા - ભારતમાં બનાવી રહી છે. આ પગલું ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એક મોટી સફળતા છે અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપશે.
Galaxy S25 Edgeની કિંમત અને બજાર હિસ્સો
આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 1.09 લાખ રૂપિયા છે. માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે સેમસંગ અને એપલે મળીને ભારતમાં 94 ટકા સ્માર્ટફોનનું પ્રોડક્શન કર્યું હતું. ભારતીય મોબાઈલ માર્કેટમાં સેમસંગનો 20 ટકા હિસ્સો છે, જે તેને દેશની અગ્રણી બ્રાન્ડ્સમાંથી એક બનાવે છે.
Galaxy S25 Edgeના ફીચર્સ
Galaxy S25 Edge 6.7 ઈંચના FHD+ AMOLED ડિસ્પ્લે સાથે આવે છે, જે 120Hz હાઈ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લેની સિક્યોરિટી માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 અને ગોરિલા ગ્લાસ સિરેમિક 2નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર, 12GB રેમ અને 256GB સ્ટોરેજની સુવિધા છે. તેમાં 3,900mAhની બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળે છે.
આ ફોન Android 15 આધારિત OneUI 7 પર ચાલે છે. તેના બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેમાં 200MPનો મેઇન કેમેરો અને 12MPનો સેકન્ડરી કેમેરો છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 12MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોન IP68 રેટેડ છે, એટલે કે તે પાણી અને ધૂળથી સુરક્ષિત છે. માત્ર 5.8mmની થીકનેસ સાથે આ ફોન સેમસંગનો અત્યાર સુધીનો સૌથી સ્લીમ ફોન છે અને તેની ટાઈટેનિયમ બોડી તેને પ્રીમિયમ લુક આપે છે.
ભારત માટે શું છે ખાસ?
Galaxy S25 Edgeનું ભારતમાં પ્રોડક્શન એ સેમસંગની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ફોનની એક્સપોર્ટ દ્વારા ભારત ગ્લોબલ ટેક માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરશે. સેમસંગના આ નવા ફોનની ડિઝાઈન અને ફીચર્સ તેને પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટમાં એક મજબૂત દાવેદાર બનાવે છે.