Stock market investment Fraud: સાવધાન! અમદાવાદમાં સ્ટોક માર્કેટ માં રોકાણના નામે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટની સામે અનેક વધુ પ્રોફિટ લેવા જતા પ્રતિદિન અનેક લોકો છેતરપિંડીનો ભોગ બને છે અને કરોડો રૂપિયા ગુમાવે છે. ત્યારે અમદાવાદમાં રહેતી એક મહિલા સહિત બે વ્યક્તિઓને ઇન્વેસ્ટની સામે વધુ રિટર્નની ખાતરી આપીને રૂપિયા એક કરોડ જેટલી રકમ પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.
અમદાવાદના પાલડી વિસ્તારમાં માં આવેલી સુરજકુંજ સોસાયટીમાં રહેતા 67 વર્ષીય અજયભાઇ ઠાકરને થોડા મહિના પહેલા વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં સ્ટોક માર્કેટમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટની સામે સારા રિટર્નની ટીપ્સ આપવામાં આવતી હતી. જેથી વિશ્વાસ કરીને તેમણે એકાઉન્ટ ખોલાવ્યા બાદ વિવિધ IPO અને સ્ક્રીપ્ટમાં 74.66 લાખ જેટલી રકમનું ઇન્વેસ્ટ કર્યું હતું.
ઇન્વેસ્ટની સામે તેમને એકાઉન્ટમાં સારો નફો જોવા મળ્યો હતો. તેની સામે માત્ર 12 હજાર જ પરત આવ્યા હતા. જ્યારે અન્ય નાણાં ગઠિયાઓએ પડાવીને પરત આપ્યા નહોતા. અન્ય બનાવમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી નીલકમલ સોસાયટીમાં રહેતા ચૈતાલીબેન દેસાઇને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટની સામે સારા નફાની માહિતી આપતા એક વોટ્સએપ ગુ્રપમાં એડ કર્યા હતા. જેમાં અનેક લોકોને ફાયદો થતો હોવાથી ચૈતાલીબેને એકાઉન્ટ ખોલાવીને 4 મહિનમાં 1200 ટકા પ્રોફિટ અપાવવાનું કહીને 27 લાખ જેટલી રકમનું ઇન્વેસ્ટ કરાવીને પરત આવ્યા નહોતા. આ બંને ફરિયાદ નોંધીને સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.