કાવડ માર્ગ પર નેમ પ્લેટ લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કાવડ માર્ગ પર નેમ પ્લેટ લગાવવાના સરકારના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકી દીધો છે અને કહ્યું છે કે દુકાનદારોએ તેમની ઓળખ જાહેર કરવાની જરૂર નથી. આ સિવાય કોર્ટે યુપી, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની સરકારોને પણ નોટિસ પાઠવીને શુક્રવાર સુધીમાં જવાબ માંગ્યો છે.
તો પછી દુકાનદારોએ શું કહેવું પડશે?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દુકાનદારોએ માત્ર ખોરાકનો પ્રકાર જાહેર કરવો પડશે કે તે શાકાહારી છે કે માંસાહારી. નેમ પ્લેટ કેસની આગામી સુનાવણી 26 જુલાઈએ થશે.
સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો આ મામલે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા હતા અને રાજકીય નિવેદનો પણ સામે આવી રહ્યા હતા. સરકારના આ નિર્ણયનો વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા હતા.