Gir Shiva temple: ગિરમાં અંબાણી પરિવારે શિવ મંદિરની કરી પ્રાણ પ્રતિષ્ઠા, ભક્તિ અને સેલિબ્રિટીઝનો સંગમ
Ambani family Gir Shiva temple: અંબાણી પરિવારે ગીરના ભવ્ય શિવ મંદિરમાં ધાર્મિક વિધિ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી. મુકેશ અંબાણી અને નીતા અંબાણી સહિત પરિવારે પૂજા અર્ચના કરી, જેમાં સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને આમિર ખાન જેવા દિગ્ગજ સેલેબ્સ પણ જોડાયા હતા. આ ભક્તિમય પ્રસંગ ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો.
ગિરમાં અંબાણી પરિવારે શિવ મંદિરની કરી પ્રાણ પ્રતિષ્ઠા
Ambani family Gir Shiva temple: ગુજરાતના ગીર વિસ્તારમાં અંબાણી પરિવારે તાજેતરમાં એક ભવ્ય શિવ મંદિરનું નિર્માણ કરીને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી, જે ધર્મ પ્રત્યે તેમની ગહેરી શ્રદ્ધા દર્શાવે છે. આ ધાર્મિક વિધિમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી સહિત સમગ્ર પરિવારે ઉત્સાહભેર ભાગ લીધો હતો, અને આ પ્રસંગે બોલિવૂડ તેમજ ક્રિકેટ જગતની અનેક નામાંકિત હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. શિવજીના મંત્રોચ્ચારથી ગુંજી ઉઠેલું આ વાતાવરણ ભક્તિરસથી તરબોળ બન્યું હતું.
અંબાણી પરિવારે ગીરમાં સ્થાપિત કરેલા આ અત્યંત સુંદર શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપૂર્ણ ધાર્મિક રીતિ-રિવાજ મુજબ કરવામાં આવી. આ પ્રસંગનો એક વાયરલ થયેલો વીડિયો દર્શાવે છે કે, મુકેશ અંબાણી હવનમાં આહુતિ આપતા નજરે પડ્યા હતા, જ્યારે નીતા અંબાણી, તેમની પુત્રી ઈશા અંબાણી, પુત્રો આકાશ અંબાણી અને અનંત અંબાણી, તેમજ પુત્રવધૂ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ ભગવાનની આરતી ઉતારતા જોવા મળ્યા હતા. પરિવારના જમાઈ પણ આ શુભ અવસર પર શ્રીફળ વધેરતા દેખાયા હતા. આ દ્રશ્યોએ પરિવારની એકતા અને ભક્તિભાવને ઉજાગર કર્યા હતા.
The Ambani family recently inaugurated a Shiv Mandir in Gir, celebrating devotion, tradition, and unity. The ceremony featured sacred aarti and divine chanting of shlokas, honoring the powerful energy of Lord Shiva. Attendees expressed prayers, gratitude, and reverence amidst the… pic.twitter.com/tgogN5o1Yq
મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માત્ર અંબાણી પરિવાર જ નહીં, પરંતુ અનેક જાણીતા કલાકારો અને ક્રિકેટર્સ પણ ભક્તિભાવમાં લિન થયા હતા. ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ જેવા કે સચિન તેંડુલકર તેમના પત્ની અંજલી તેંડુલકર સાથે અને મહેન્દ્ર સિંહ ધોની તેમના પત્ની સાક્ષી ધોની સાથે ઉપસ્થિત રહ્યા હતા. બોલિવૂડમાંથી રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને આમિર ખાન જેવા મોટા કલાકારોએ પણ હાજરી આપી હતી. આ તમામ સેલેબ્સે શિવલિંગની આરતી ઉતારી, ભસ્મ આરતીનો લ્હાવો લીધો અને શિવજીના ભજનો ગાઈને વાતાવરણને વધુ ભક્તિમય બનાવ્યું હતું.
સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને અનેક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલા વેદોક્ત મંત્રોચ્ચારથી એક અનોખું અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. અંબાણી પરિવાર સહિત ઉપસ્થિત તમામ લોકોએ એકસાથે 'નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ...' નો નાદ કરીને આસ્થા અને ધાર્મિકતાનો અદ્ભુત અનુભવ કર્યો હતો. આ પ્રસંગે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનું એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું, જેણે ગીરના વાતાવરણને ભક્તિમય ઊર્જાથી ભરી દીધું.