લાલ કિલ્લા પર 26 જાન્યુઆરીએ હુમલાનું હતું ષડયંત્ર, ડો. મુઝમ્મિલની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
દિલ્હી બ્લાસ્ટ કેસમાં પકડાયેલા શંકાસ્પદ ડો. મુઝમ્મિલની પૂછપરછમાં મોટો ખુલાસો. આતંકીઓએ 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાની યોજના બનાવી હતી અને તેની રેકી પણ કરી હતી. દિવાળી પર પણ ભીડવાળી જગ્યા નિશાન પર હતી.
પકડાયેલા ડો. મુઝમ્મિલની પૂછપરછમાં એક ભયાનક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ આતંકીઓ 26 જાન્યુઆરી, ગણતંત્ર દિવસ પર, લાલ કિલ્લાને નિશાન બનાવવાની ફિરાકમાં હતા.
Delhi Blast: દિલ્હીમાં સોમવારે લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટે સૌને હચમચાવી દીધા છે. આ કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ આ મામલે અત્યાર સુધીમાં ઘણા શંકાસ્પદોની અટકાયત કરી છે, જેમાંથી મુખ્ય 3 શંકાસ્પદો ડો. મુઝમ્મિલ, ડો. અદીલ અહમદ ડાર અને ડો. ઉમર છે. ડો. ઉમરનું બ્લાસ્ટ સમયે જ મોત થયું હોવાની આશંકા છે, જ્યારે ડો. મુઝમ્મિલ અને ડો. અદીલ અહમદ ડાર પોલીસ કસ્ટડીમાં છે.
પકડાયેલા ડો. મુઝમ્મિલની પૂછપરછમાં એક ભયાનક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ આતંકીઓ 26 જાન્યુઆરી, ગણતંત્ર દિવસ પર, લાલ કિલ્લાને નિશાન બનાવવાની ફિરાકમાં હતા.
તપાસ એજન્સીઓને ડો. મુઝમ્મિલના ફોનના ડંપ ડેટામાંથી આ સનસનાટીભરી જાણકારી મળી છે. પૂછપરછમાં બહાર આવ્યું છે કે ડો. મુઝમ્મિલ અને ડો. ઉમરે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં લાલ કિલ્લાની રેકી પણ કરી હતી. આ લોકો માત્ર 26 જાન્યુઆરી જ નહીં, પરંતુ દિવાળી જેવા તહેવાર પર પણ કોઈ ભીડભાડવાળા વિસ્તારમાં મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
આ કેસના તાર મોટા આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા છે. સોમવારે જ જમ્મુ-કાશ્મીર અને હરિયાણા પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ફરીદાબાદમાંથી 2,900 કિલો એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કર્યું હતું, અને તેના થોડા કલાકો બાદ જ લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો. પોલીસ સૂત્રો મુજબ, ડો. ઉમર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મોડ્યુલનો સક્રિય સભ્ય હતો, જેમાં ડો. મુઝમ્મિલ અને ડો. અદીલ પણ સામેલ હતા.
તપાસમાં વધુ એક કડી હાફિઝ ઇશ્તિયાકની મળી છે. ડો. મુઝમ્મિલે ફરીદાબાદમાં હાફિઝ ઇશ્તિયાકનું ઘર ભાડે રાખ્યું હતું. જ્યારે આ ઘરની તલાશી લેવામાં આવી, ત્યારે ત્યાંથી 2563Kg વિસ્ફોટક મળી આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ હાફિઝ ઇશ્તિયાકને ફરીદાબાદથી શ્રીનગર લઈ ગઈ છે, જ્યાં NIA સહિતની એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચી ગયો છે, જ્યારે 21 ઘાયલ લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.