પરિમલ નથવાણીનો મુખ્ય હેતુ એ જાણવાનો હતો કે વૈશ્વિક આર્થિક મંદીની ભારતમાં MSME પર કેટલી અસર થઈ છે અને સરકાર આ સેક્ટરને સપોર્ટ કરવા માટે કયા પગલાં લઈ રહી છે. મંત્રી શોભા કરંદલાજેના જવાબે સ્પષ્ટ કર્યું કે સરકાર MSME સેક્ટરને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે અને અનેક ઇનિશિયેટિવ્સ લઈ રહી છે.
2024ના બજેટમાં પ્રોડક્શન સેક્ટરના MSME માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી સ્કીમ અને સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ્સમાં MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી.
Gujarat MSME Registration: ગુજરાતના MSME સેક્ટરમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય રાજ્યકક્ષાના MSME મંત્રી શોભા કરંદલાજેએ માહિતી આપી કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 37,56,390 નવા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો નોંધાયા છે. જોકે, આ સમયગાળામાં 8,779 MSME યુનિટ્સ બંધ પણ થયા છે.
સરકારે MSME સેક્ટરને સપોર્ટ કરવા શું પગલાં લીધા?
વૈશ્વિક પડકારો અને આર્થિક મંદીની અસરોને પહોંચી વળવા માટે ભારત સરકારે MSME સેક્ટરને મજબૂત કરવા અને ટેકો આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. મંત્રી કરંદલાજેએ આ અંગે વિગતવાર માહિતી આપી.
* આત્મનિર્ભર ભારત ફંડ: MSME સેક્ટરમાં 50,000 કરોડનું કેપિટલ ઇન્ફ્યુઝન કરવામાં આવ્યું છે.
* બિન-કરવેરા લાભોનું વિસ્તરણ: MSME યુનિટ્સની સ્થિતિમાં સુધારો થાય તો તેમને મળતા નોન-ટેક્સ બેનિફિટ્સને 3 વર્ષ માટે લંબાવવામાં આવ્યા છે.
* ગ્લોબલ ટેન્ડરિંગમાં રાહત: 200 કરોડ સુધીની ખરીદી માટે કોઈ ગ્લોબલ ટેન્ડરની જરૂરિયાત રાખવામાં આવી નથી, જેનાથી સ્થાનિક MSMEને વધુ તક મળે છે.
* ઉદ્યમ સહાય પ્લેટફોર્મ: પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL) હેઠળના લાભો અનઓફિશિયલ માઇક્રો એન્ટરપ્રાઇઝીસ સુધી પહોંચે તે માટે UAP લોન્ચ કરવામાં આવ્યું છે, જે તેમને ફોર્મલ દાયરામાં લાવવામાં મદદ કરે છે.
ક્રેડિટ ગેરંટી સ્કીમ્સમાં વધારાનું ફંડ
MSME મંત્રાલયની ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ હેઠળ, સભ્ય લોન આપતી સંસ્થાઓ દ્વારા MSEsને કોઈ કોલેટરલ અથવા થર્ડ-પાર્ટી ગેરંટી વિના લોન આપવામાં આવે છે. સેન્ટ્રલ બજેટ 2023-24માં 9,000 કરોડનું એડિશનલ ફંડિંગ ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટના ભંડોળમાં ઉમેરવામાં આવ્યું હતું. આનાથી MSEsને ઓછા ખર્ચે 2 લાખ કરોડનું વધારાનું ક્રેડિટ મળી શકે છે.
આ ઉપરાંત, 2024ના બજેટમાં પ્રોડક્શન સેક્ટરના MSME માટે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી સ્કીમ અને સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ્સમાં MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. બજેટ ઘોષણા 2025 દ્વારા MSMEની ડેફિનેશનમાં સુધારો કરીને CGTMSE હેઠળનું ગેરંટી કવરેજ 5 કરોડથી વધારીને 10 કરોડ કરવામાં આવ્યું છે, જે આ સેક્ટર માટે એક મોટી રાહત છે.