ભારતે એ પણ જણાવ્યું કે 2024માં યુરોપિયન યુનિયનનું રશિયા સાથેનું ટ્રેડ 67.5 બિલિયન યુરો સુધી પહોંચ્યું, જેમાં 16.5 મિલિયન ટન LNGનો સમાવેશ થાય છે, જે ભારતના રશિયા સાથેના ટ્રેડ કરતાં પણ વધુ છે.
Donald Trump: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દાવો કર્યો કે તેમને ખબર નથી કે અમેરિકા રશિયા પાસેથી કેમિકલ અને ફર્ટિલાઇઝર ઇમ્પોર્ટ કરે છે. ભારતના એક નિવેદન બાદ ટ્રમ્પે આ ટિપ્પણી કરી, જેમાં ભારતે જણાવ્યું હતું કે અમેરિકા પોતાની ન્યૂક્લિયર ઇન્ડસ્ટ્રી, ફર્ટિલાઇઝર અને કેમિકલ્સ માટે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઇડનું ઇમ્પોર્ટ ચાલુ રાખે છે. વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, જ્યારે ANIએ રશિયન કેમિકલ અને ફર્ટિલાઇઝર ઇમ્પોર્ટ અંગે સવાલ કર્યો, ત્યારે ટ્રમ્પે કહ્યું, "મને આ વિશે કંઈ ખબર નથી. આપણે આની તપાસ કરવી પડશે."
ભારતને લઇ ટ્રમ્પની ધમકી
આ નિવેદન એક દિવસ પહેલાં ટ્રમ્પે રશિયન તેલની ખરીદીને લઈને ભારત પર ટેરિફમાં "મોટો વધારો" કરવાની ધમકી આપ્યા બાદ આવ્યું છે. સોમવારે ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર પોસ્ટ કરીને કહ્યું હતું, "ભારત માત્ર રશિયન તેલની મોટી માત્રામાં ખરીદી જ નથી કરી રહ્યું, પરંતુ ખરીદેલું તેલ ઓપન માર્કેટમાં નોંધપાત્ર નફા સાથે વેચી રહ્યું છે. તેમને યુક્રેનમાં રશિયન યુદ્ધ મશીન દ્વારા માર્યા ગયેલા લોકોની કોઈ ચિંતા નથી. આ જ કારણે હું ભારત દ્વારા અમેરિકાને આપવામાં આવતા ટેરિફમાં નોંધપાત્ર વધારો કરીશ."
ભારતનો કડક વિરોધ
ભારતે ટ્રમ્પના આ નિવેદનનો સખત વિરોધ કર્યો અને વિદેશ મંત્રાલયે ભારતને નિશાન બનાવવાને "અયોગ્ય અને હાસ્યાસ્પદ" ગણાવ્યું. ભારતે જણાવ્યું કે રશિયા પાસેથી તેનું ઇમ્પોર્ટ બજારની જરૂરિયાતો અને એનર્જી સિક્યોરિટી પર આધારિત છે, ખાસ કરીને યુક્રેન સંઘર્ષ બાદ પશ્ચિમી દેશોએ પરંપરાગત સપ્લાય યુરોપ તરફ વાળી દીધા બાદ.
ભારતનું ઇમ્પોર્ટ એનર્જી સ્ટેબિલિટી માટે
ભારતે એક વિગતવાર નિવેદનમાં જણાવ્યું, "યુક્રેન સંઘર્ષ બાદ પરંપરાગત સપ્લાય યુરોપ તરફ વાળવામાં આવી હતી, ત્યારે ભારતે રશિયા પાસેથી ઇમ્પોર્ટ શરૂ કર્યું. તે સમયે અમેરિકાએ વૈશ્વિક એનર્જી માર્કેટની સ્થિરતા માટે ભારતના આવા ઇમ્પોર્ટને પ્રોત્સાહન આપ્યું હતું. ભારતના ઇમ્પોર્ટનો હેતુ ભારતીય ગ્રાહકો માટે સસ્તી અને સ્થિર એનર્જી ખર્ચની ખાતરી આપવાનો છે. વૈશ્વિક બજારની સ્થિતિને કારણે આ એક અનિવાર્ય જરૂરિયાત છે. જોકે, ભારતની ટીકા કરનારા દેશો પોતે પણ રશિયા સાથે ટ્રેડમાં સામેલ છે, જે ભારતના કેસથી વિપરીત, કોઈ મહત્વની રાષ્ટ્રીય જરૂરિયાત નથી."
યુરોપનું રશિયા સાથે ટ્રેડ
ભારતે એ પણ જણાવ્યું કે 2024માં યુરોપિયન યુનિયનનું રશિયા સાથેનું ટ્રેડ 67.5 બિલિયન યુરો સુધી પહોંચ્યું, જેમાં 16.5 મિલિયન ટન LNGનો સમાવેશ થાય છે, જે ભારતના રશિયા સાથેના ટ્રેડ કરતાં પણ વધુ છે. ભારતે સ્પષ્ટ કર્યું કે તે પોતાના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે જરૂરી તમામ પગલાં લેશે.