ચીન બ્રહ્મપુત્ર નદીનું પાણી રોકે તો શું થશે? અસમના CM સરમાએ પાકિસ્તાનની થિયરીને ફેક્ટ્સ સાથે ખંડન કરી
અસમના CMની આ પોસ્ટે પાકિસ્તાનના પ્રોપેગન્ડાને ફેક્ટ્સ સાથે ખંડન કરીને ભારતની જળ સંપદાની મજબૂતી દર્શાવી છે. બ્રહ્મપુત્ર નદી ભારતની શક્તિ અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે, જે કોઈ બાહ્ય દબાણથી નબળી પડી શકે તેમ નથી.
અસમના CM હિમંત બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિગતવાર પોસ્ટ લખીને પાકિસ્તાનની આ થિયરીને ખોટી સાબિત કરી.
ભારતે સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ પાકિસ્તાનની બેચેની વધી છે. પાકિસ્તાનના ઘણા જિલ્લાઓમાં પાણીની અછતની સમસ્યા ઉભી થઈ છે, અને હવે પાકિસ્તાન બ્રહ્મપુત્ર નદીને લઈને ખોટો પ્રોપેગન્ડા ફેલાવી રહ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે જો ચીન બ્રહ્મપુત્ર નદીનું પાણી રોકી દેશે, તો ભારતને મોટું નુકસાન થશે. આના જવાબમાં અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ફેક્ટ્સ સાથે પાકિસ્તાનની આ થિયરીને ખંડન કર્યું છે.
CM સરમાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ
અસમના CM હિમંત બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિગતવાર પોસ્ટ લખીને પાકિસ્તાનની આ થિયરીને ખોટી સાબિત કરી. તેમણે લખ્યું, “આપણે આ ખોટી કલ્પનાને ડરથી નહીં, પણ ફેક્ટ્સ અને રાષ્ટ્રીય સ્પષ્ટતા સાથે તોડીશું.”
What If China Stops Brahmaputra Water to India? A Response to Pakistan’s New Scare Narrative After India decisively moved away from the outdated Indus Waters Treaty, Pakistan is now spinning another manufactured threat: “What if China stops the Brahmaputra’s water to India?”…
— Himanta Biswa Sarma (@himantabiswa) June 2, 2025
બ્રહ્મપુત્ર નદી: ભારતની તાકાત
CM સરમાએ સ્પષ્ટ કર્યું કે બ્રહ્મપુત્ર નદી ભારતમાં વધે છે, ઘટતી નથી. ચીન બ્રહ્મપુત્ર નદીના કુલ પાણીના ફ્લોમાં માત્ર 30-35% યોગદાન આપે છે, જે મોટાભાગે ગ્લેશિયર્સના પીગળવાથી અને મર્યાદિત વરસાદથી આવે છે. નદીનું 65-70% પાણી ભારતની અંદર જ ઉત્પન્ન થાય છે, જેનું કારણ અરુણાચલ પ્રદેશ, અસમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં થતો ભારે મોનસૂન વરસાદ છે.
બ્રહ્મપુત્રની મજબૂતી: ભારતની સહાયક નદીઓ
બ્રહ્મપુત્ર નદીને મજબૂતી આપતી મુખ્ય સહાયક નદીઓમાં સુબનસિરી, લોહિત, કામેંગ, માનસ, ધનસિરી, જિયા-ભારાલી અને કોપિલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મેઘાલયની ખાસી, ગારો અને જયંતિયા પહાડીઓમાંથી નીકળતી કૃષ્ણાઈ, દિગારૂ અને કુલસી જેવી નદીઓ પણ બ્રહ્મપુત્રને મજબૂત બનાવે છે.
બ્રહ્મપુત્રનો ફ્લો: ફેક્ટ્સ
ભારત-ચીન બોર્ડર (તૂતિંગ) પર ફ્લો: 2,000-3,000 ઘન મીટર/સેકન્ડ
અસમના મેદાનો (ગુવાહાટી)માં ફ્લો: મોનસૂન દરમિયાન 15,000-20,000 ઘન મીટર/સેકન્ડ
આ આંકડાઓ દર્શાવે છે કે બ્રહ્મપુત્ર ભારતમાં પ્રવેશ્યા બાદ વધુ મજબૂત બને છે અને તે એક ભારતીય, વરસાદ-પોષિત નદી પ્રણાલી છે, જે કોઈ એક સોર્સ પર આધારિત નથી.
ચીન પાણી રોકે તો શું થશે?
CM સરમાએ પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે જો ચીન બ્રહ્મપુત્રનું પાણી રોકે (જેનો કોઈ સત્તાવાર ઉલ્લેખ કે સંકેત નથી), તો તે ભારત માટે ફાયદાકારક પણ બની શકે. અસમમાં દર વર્ષે આવતા ભયંકર પૂરથી લાખો લોકો વિસ્થાપિત થાય છે અને ભારે નુકસાન થાય છે. પાણીનો ફ્લો ઘટે તો આવી આફતો ઘટી શકે.
પાકિસ્તાનની ઘબરાહટ
સરમાએ કહ્યું કે પાકિસ્તાને 74 વર્ષ સુધી સિંધુ જળ સંધિનો લાભ લીધો, પરંતુ હવે ભારત પોતાના જળ અધિકારો પર સ્વતંત્ર નિર્ણયો લઈ રહ્યું છે, જેનાથી પાકિસ્તાન ગભરાઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું, “બ્રહ્મપુત્ર એક સોર્સ પર આધારિત નથી. તે આપણા ભૂગોળ, મોનસૂન અને સંસ્કૃતિની તાકાતથી પોષાય છે.”