Zepto પર ઓછી સેલેરી અને વધુ કામના આરોપ, લેબર ડિપાર્ટમેન્ટમાં પહોંચ્યો મામલો | Moneycontrol Gujarati
Get App

Zepto પર ઓછી સેલેરી અને વધુ કામના આરોપ, લેબર ડિપાર્ટમેન્ટમાં પહોંચ્યો મામલો

આ મામલો હવે લેબર ડિપાર્ટમેન્ટના હાથમાં છે. TGPWUએ સરકાર પાસે Zeptoની પ્રેક્ટિસની તપાસ અને ડિલિવરી પાર્ટનર્સના હિતોનું રક્ષણ કરવાની માંગ કરી છે. આ ઘટના ગિગ ઇકોનોમીમાં વર્કર્સના અધિકારો અને કંપનીઓની જવાબદારી અંગે ફરી એકવાર મહત્ત્વનો પ્રશ્ન ઉભો કરે છે.

અપડેટેડ 02:11:22 PM May 25, 2025 પર
Story continues below Advertisement
ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Zepto પર તેના ડિલિવરી પાર્ટનર્સના શોષણના આરોપો લાગ્યા છે.

ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Zepto પર તેના ડિલિવરી પાર્ટનર્સના શોષણના આરોપો લાગ્યા છે. તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU)એ Zeptoની શોષણકારી નીતિઓ સામે રાજ્યના લેબર ડિપાર્ટમેન્ટને પત્ર લખીને તપાસની માંગ કરી છે. યુનિયને Zeptoને ન્યૂનતમ વેતનના નિયમોનું પાલન કરવા અને હૈદરાબાદમાં ચાલી રહેલી હડતાળનો ઉકેલ લાવવા જણાવ્યું છે. બીજી તરફ, Zeptoએ આ આરોપોને ફગાવી દીધા છે.

યુનિયનની ફરિયાદ: ડિલિવરી પાર્ટનર્સનું શોષણ

TGPWUએ રાજ્યના એડિશનલ લેબર કમિશનર અને Zeptoના CEO આદિત પાલિચાને લખેલા પત્રમાં જણાવ્યું કે, Zeptoના ડિલિવરી પાર્ટનર્સ લોકલ સપ્લાય ચેઇનમાં મહત્ત્વનું યોગદાન આપે છે, પરંતુ તેમને મૂળભૂત લેબર પ્રોટેક્શન નથી મળતું. યુનિયનના જણાવ્યા પ્રમાણે, ડિલિવરી દીઠ રેટમાં ભારે ઘટાડો થયો છે, જેના કારણે વર્કર્સ એક ઓર્ડર દીઠ 10-15 રૂપિયાથી પણ ઓછું કમાય છે. આ ઉપરાંત, લાંબા કામના કલાકો છતાં ન્યૂનતમ આવકની કોઈ ગેરંટી નથી.

યુનિયને એમ પણ આરોપ લગાવ્યો કે 10-15 મિનિટની ડિલિવરી ટાઈમલાઈન વર્કર્સને અસુરક્ષિત ઝડપે વાહન ચલાવવા મજબૂર કરે છે, જેનાથી રોડ એક્સિડન્ટનો ખતરો વધે છે. સેફ્ટીની સરખામણીમાં સ્પીડને વધુ પ્રાયોરિટી આપવામાં આવે છે. આ ઉપરાંત, ડિલિવરી પાર્ટનર્સને મનસ્વી ફાઈન, રેટિંગ-આધારિત પેનલ્ટી અને એકાઉન્ટ સસ્પેન્શનનો સામનો કરવો પડે છે, જેના માટે કોઈ પારદર્શક ઉકેલ પ્રક્રિયા નથી.

હૈદરારાબાદમાં હડતાળ, Zeptoનું નકારાત્મક વલણ


યુનિયનનું કહેવું છે કે, છેલ્લા ચાર દિવસથી હૈદરાબાદના અનેક સ્ટોર્સ પર શાંતિપૂર્ણ હડતાળ ચાલી રહી છે. જોકે, Zeptoનું મેનેજમેન્ટ ડિલિવરી પાર્ટનર્સની વાજબી માંગણીઓ સ્વીકારવા કે વાતચીત કરવા તૈયાર નથી. યુનિયને લેબર ડિપાર્ટમેન્ટને આ મામલે તપાસ કરી, Zeptoને ન્યૂનતમ વેતનના નિયમોનું પાલન કરવા અને હડતાળનો ઉકેલ લાવવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે.

Zeptoનો જવાબ: આરોપો ખોટા

Zeptoએ આ આરોપોનો જવાબ આપતા એક નિવેદનમાં જણાવ્યું કે, કંપનીની પ્રતિ ઓર્ડર કોસ્ટનો 97 ટકા હિસ્સો ડિલિવરી પાર્ટનર્સને જાય છે. કંપનીનું કહેવું છે કે, હૈદરાબાદમાં ડિલિવરી પાર્ટનર્સ હાલમાં કલાક દીઠ 100-120 રૂપિયા કમાય છે, અને આ આવક છેલ્લા કેટલાક અઠવાડિયામાં સ્થિર રહી છે. Zeptoએ દાવો કર્યો કે તેમનું પેમેન્ટ સ્ટ્રક્ચર પારદર્શક છે, જેમાં સમર સીઝન માટે ડબલ ઇન્સેન્ટિવ અને વર્કિંગ અવર્સ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા શામેલ છે. કંપનીએ ઓછી કે અસ્થિર સેલેરીના આરોપોને સંપૂર્ણ ખોટા ગણાવ્યા. Zeptoએ એમ પણ જણાવ્યું કે, તે ડિલિવરીમાં ઉતાવળ નથી કરાવતું કે ડિલે માટે પેનલ્ટી નથી આપતું. હડતાળ અંગે કંપનીએ કહ્યું કે, તેનો ઝડપથી ઉકેલ લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Made in India iPhone: ભારતમાં બનેલા iPhone ટ્રમ્પના 25% ટેરિફ પછી પણ અમેરિકામાં રહેશે સસ્તા, જાણો કારણ

MoneyControl News

MoneyControl News

First Published: May 25, 2025 2:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.