Bajaj Finance ના શેર 8% તૂટ્યા, જાણો શું છે શેર તૂટવાનું કારણ - bajaj finance shares fell 8 know what is the reason for the stock fall | Moneycontrol Gujarati
Get App

Bajaj Finance ના શેર 8% તૂટ્યા, જાણો શું છે શેર તૂટવાનું કારણ

Bajaj Finance Share price: બજાજ ફાઈનાન્નેંસના શેર ઈંટ્રાડેમાં 8 ટકાથી વધારે નબળા થઈને 6032.25 રૂપિયાના સ્તર પર આવી ગયા. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નબળા એયૂએમ ગ્રોથને બજારે નિરાશ કર્યા છે.

અપડેટેડ 06:14:50 PM Jan 05, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Bajaj Finance Share Price: બજાજ ફાઈનાન્નેંસના શેર ઈંટ્રાડેમાં 8 ટકાથી વધારે નબળા થઈને 6032.25 રૂપિયાના સ્તર પર આવી ગયા. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નબળા એયૂએમ (assets under management) ગ્રોથને બજારે નિરાશ કર્યા છે. Bajaj Finance ડિસેમ્બર, 2022 માં સમાપ્ત ક્વાર્ટરના દરમ્યાન એયૂએમ વધીને 2.3 લાખ કરોડ રૂપિયા થઈ ગયા, જે એક વર્ષ પહેલા 1.8 લાખ કરોડ રૂપિયાની આસપાસ હતા. જો કે, ક્વાર્ટર વાર એયૂએમમાં ફક્ત 12,500 કરોડ રૂપિયા એટલે કે 5.7 ટકાનો વધારો દર્જ કર્યો. પૂર્વાહ્ન 11 વાગ્યે શેર 7 ટકા નબળા થઈને 6112 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા.

    સીએલએસએ એ આપી વેચવાલીની સલાહ

    બ્રોકિંગ ફર્મ સીએલએસએ (CLSA) એ બજાજ ફાઈનાન્સના શેર માટે 6,000 રૂપિયાના ટાર્ગેટની સાથે વેચવાલીની સલાહ આપી છે. વિદેશી બ્રોકરેજે કહ્યુસ ત્રીજા ક્વાર્ટરમાં એયૂએમ ગ્રોથ અમારા 7.5 ટકાના ક્વાર્ટર વાર અનુમાનથી 200 બેસિસ પોઈન્ટ ઓછા રહ્યા છે. સામાન્ય રીતે તહેવારોના કારણે ત્રીજુ ક્વાર્ટર મજબૂત રહે છે, એટલા માટે તો તેના પર બીજા ક્વાર્ટરની અસર દેખાય છે કે તેને પોતાના કેટલાક માર્કેટ શેર ગુમાવી દીધા છે.

    Hot Stocks: આજના 3 Buy કૉલ જેમાં 2-3 સપ્તાહમાં થઈ શકે છે જોરદાર કમાણી

    મોતીલાલ ઓસવાલે શું કહ્યુ

    ઘરેલૂ બ્રોકરેજ મોતીલાલ ઓસવાલ (Motilal Oswal Financial Services) એ પણ કહ્યુ કે એયૂએમ ગ્રોથ તેના અનુમાનથી ઓછી રહી છે. બ્રોકરેજએ કહ્યુ, કેપિટલ એડિક્વેસી રેશ્યો (સીઆરએઆર) ક્વાર્ટરના આધાર પર 25.1 ટકાના સ્તર પર ફ્લેટ રહ્યા છે, જેનાથી નબળા ગ્રોથ અને ભંડોળનો ઓછા ઉપયોગની ખબર પડે છે. બ્રોકરેજે કંપની માટે ખરીદારીના રેટિંગ આપ્યા છે.

    કસ્ટમર ફ્રેંચાઈઝીમાં ક્વાર્ટરના આધાર પર સૌથી વધારે વધારો

    બિઝનેસ અપડેટના મુજબ, કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં પોતાની કસ્ટમર ફ્રેંચાઈઝીમાં ક્વાર્ટર વાર સૌથી વધારે વધારો દર્જ કર્યો છે. ક્વાર્ટરના દરમ્યાન કસ્ટમર ફ્રેંચાઈઝીમાં 31 લાખનો વધારો દર્જ કરવામાં આવ્યો. ડિસેમ્બર 2022 ના અંતમાં ફાઈનાન્સ કંપનીની કસ્ટમર ફ્રેંચાઈઝી 6.6 કરોડ હતી, જ્યારે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 5.54 કરોડના સ્તર પર રહી હતી.

    ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 05, 2023 1:33 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.