ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઈઝર ટેક્નોલૉજી માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર સાથે એક કરાર કર્યો છે.
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઈઝર ટેક્નોલૉજી માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર સાથે એક કરાર કર્યો છે.
નોંધનીય છે કે વર્તમાનમાં દેશમાં ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે ઈલેક્ટ્રોલાઈઝર પ્લાન્ટ્સને વિદેશથી આયાત કરવા પડે છે. આ દેશમાં ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનને રોકવા અને રિન્યૂએબલ એનર્જી ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે લેવામાં આવેલા તમના પ્રકારનું પ્રથમ પગલું છે.
જણાવી ધઈએ કે રિફાઇનરીમાં પેટ્રોલ-ડીઝલ અને બીજા કેમિકલ્સ બનાવતી વખતે ડી-સલ્ફરાઇઝેશન (de-sulfurization) માટે મોટી માત્રામાં હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં રિફાઇનરીઓમાં હાઇડ્રોજનનું ઉત્પાદન નેચુરલ ગેસની સ્ટીમ રિફોર્મિંગ દ્વારા થયા છે પરંતુ પ્રક્રિયા મોટા પ્રમાણમાં CO2ના ઉત્સર્જન કરે છે. જેના કારણે પ્રદુષણમાં વધારો થાય છે. આ સમસ્યાનો સામનો સમનો કરવા માટે હવે રિફાઈનરીઓ પાણી માંથી ગ્રીન હાઈડ્રોજન બનાવા માટે મોટા પ્રમાણમાં ઈલેક્ટ્રોલાઈઝર સ્થાપિત કરી રહી છે જેથી હાઈડ્રોજન ઉત્પાદન પ્રક્રિયામાં ઓછામાં ઓછું પ્રદૂષણ થાય.
કંપનીએ હાલમાં હતું કે તે સોલાર વિન્ડ અને બાયોફ્યુઅલ જેવા તેના રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોને વિસ્તારવા પર ફેકસ કરી રહી છે. કંપનીનું લક્ષ્ય 2040 સુધીમાં નેટ ઝીરો એમિશન લેવલ હાંસલ કરવાનું છે. આ ઉપરાંત કંપનીનો લક્ષ્ય તેના નવા પ્રોજેક્ટ્સની નવી ઉર્જા જરૂરિયાતોને મુખ્યતા રિન્યુએબલ એનર્જી માંથી પૂરી કરવાનો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.