Tata Motors Shares: ચીનની ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર કંપનીઓના સ્ટોક્સમાં વધારો દેખાતા ગુરુવાર 7 જુલાઈએ ટાટા મોટર્સના શેર્સમાં સારી તેજી જોવા મળી. ટાટા મોટર્સનો શેર ઈન્ટ્રાડેમાં લગભગ 4 ટકા મજબૂત થઈને 432.96 રુપિયાના સ્તર પર પહોંચી ગયો. જો કે ત્યારબાદ તેજી સિમીત થઈ અને 430.85 રુપિયાના સ્તર પર બંધ થયો.
ચીનના બજારમાં રિવાઈવલની આશા
આ પહેલા ચીન સરકારની આગળ ઓટો કન્ઝમ્પ્શનને સમર્થનની આશામાં ચીનની ઓટોમોબાઈલ અને ઓટો એન્સિલરી સ્ટોક્સમાં મજબૂતી જોવા મળી. કોવિડ-19ની નવી લહેરે દેશના ઘણા ભાગોમાં ફરીથી લોકડાઉન અને સેમીકંડક્ટર્સની અછતના કારણે ચીનના વાહન ઉદ્યોગને 2022માં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
ઈલેક્ટ્રિક કાર માટે છૂટ આપી શકે ચીન
બ્લુમબર્ગની એક રિપોર્ટ મુજબ, દેશના સ્ટેટ કાઉન્સિલ ઈન્ફોર્મેશન ઓફિસે ગુરુવારે નવા એનર્જી વ્હીકલ્સના વેચાણને પ્રોત્સાહન આપવા અને ઈલેક્ટ્રિક કારો પર ખરીદવાના ટેક્સની છૂટ ચાલુ રાખવાના મહત્ત્વ પર જોર આપ્યું છે.
એક રિપોર્ટ મુજબ, ચીનના કારની બજારમાં હાલમાં આવેલી તેજી ઈન્વેસ્ટર્સને આગળ મજબૂત ગ્રોથની આશા છે. જૂનના છેલ્લા સપ્તાહમાં ચીનમાં રિટેઈલ વાહન વેચાણમાં માસિક આધાર પર 28 ટકા અને વાર્ષિક આધાર પર 33 ટકાનો વધારો નોંધવામાં આવ્યો.
જગુઆર લેન્ડ રોવરને થઈ શકે છે ફાયદો
ચીનની કાર બજારમાં ટાટા મોટર્સની સબ્સિડિયરી જગુઆર લેન્ડ રોવર માટે સારા સમાચાર છે. કંપનીનું વધારે પડતું વેચાણ ચીન તરફથી આવે છે.
દુનિયાની સૌથી મોટી કાર માર્કેટમાં રિવાઈવલથી અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં ડિમાન્ડને લગતી ચિંતાઓ ઓછી કરવામાં મદદ મળશે. અમેરિકા અને યુરોપમાં હાલમાં મંદીની આશંકાઓ વધતી જોવા મળી રહી છે.
જુનમાં ટાટા મોટર્સના સ્થાનિક વેચાણમાં માસિક આધાર પર 4 ટકા અને વાર્ષિક આધાર પર 87 ટકા વધારો નોંધવામાં આવ્યો.