આ 5 સ્ટોક્સનો MSCI ના ઈન્ડેક્સમાં થઈ શકે છે સમાવેશ, જાણો શું કહ્યું Edelweiss આ વિશે - these 5 stocks can be included in mscis index know what edelweiss said about this | Moneycontrol Gujarati
Get App

આ 5 સ્ટોક્સનો MSCI ના ઈન્ડેક્સમાં થઈ શકે છે સમાવેશ, જાણો શું કહ્યું Edelweiss આ વિશે

Edelweiss નું કહેવું છે કે Indian Hotels Co Ltd, Schaeffler India Ltd, Astral Ltd અને Ashok Leyland પણ MSCI ઈન્ડેક્સમાં સમાવેશ થવાની દોડમાં સમાવેશ થઈ શકે છે

અપડેટેડ 06:43:18 PM Oct 07, 2022 પર
Story continues below Advertisement

Edelweiss Alternative and Quantitative Reseach દ્વારા સંકલન કરવામાં આવેલા આંકડાઓ દ્વારા જાણવા મળે છે કે Varun Beverages Ltd, Bajaj Holdings and Investment Ltd, TVS Motors, ABB India અને Tube Investment of India Ltd એ હાલમાં જ MSCI ઈન્ડેક્સમાં સમાવેશ થવાની યોગ્યતાને પ્રાપ્ત કરી લીધી છે. જો આ MSCI ઈન્ડેક્સમાં પણ સમાવેશ થાય છે તો તેમાં કુલ મળીને 68.5 કરોડ ડોલરનું રોકાણ થશે.

તમને જણાવી દઈએ કે MSCI તેના અર્ધવાર્ષિક સમીક્ષા માટે આવતા મહિને મીટિંગ કરશે અને આ મીટિંગના પરિણામો 11 નવેમ્બરના જાહેર કરશે. મીટિંગ માટે લેવામાં આવેલા નિર્ણયો 30 નવેમ્બરથી લાગુ થશે.

Edelweiss નું કહેવું છે કે India Hotels Co Ltd, Scheffler India Ltd, Astral Ltd અને Ashok Leylend પણ MSCI ઈન્ડેક્સની દોડમાં સમાવેશ થઈ શકે છે. તેના માટે તેણે 24 ઓક્ટોબર સુધી MSCI દ્વારા નિર્ધારિત કટ ઓફ ક્રાઈટેરિયાને પૂરો કરવાનો રહેશે.

ક્રિપ્ટો માર્કેટમાં મોટો આંચકો, 10 કરોડ ડોલરના Binance Coin ની ચોરી

આ ઈન્ડેક્સમાં સમાવેશ થતા Indian Hotels ના સ્ટોકને 23 ઓક્ટોબર સુધી લગભગ 6 ટકાની તેજી દેખાડવી પડશે. જ્યારે Ashok Leyland, Astral અને  Schaefler ને 8-10 ટકાની તેજી દેખાડવી પડશે.


Edelweiss Alternative and Quantitative Research ના અભિલાષ પગારિયાએ કહ્યું છે કે MSCI ઈન્ડેક્સમાં સમાવેશ થતા 5 સ્ટોક્સમાં આ ઈન્ડેક્સમાં સમાવેશ થયા પછી દરેક સ્ટોકમાં લગભગ 14 કરોડ ડોલર જોવા મળી શકે છે.

આ વિશે તમામ એનાલિસિસ દ્વારા જાણવા મળે છે કે જે સ્ટોક્સને MSCI ઈન્ડેક્સમાં સમાવેશ થવાની સંભાવનાઓ છે તેમાં આ પ્રક્રિયાની આસપાસ ઘણી તેજ મોમેન્ટમ જોવા મળી છે. સટ્ટેબાજ આ જાતના સ્ટોક માટે ઈન્ડેક્સમાં સમાવેશ થયાની તારીખ પહેલા જોરદાર ખરીદી કરતા જોવા મળે છે. ત્યાર બાદ તે તેની પોઝિશન ગ્લોબલ ETFs ને વેચે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 07, 2022 2:45 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.