JSW Energy, Cholamandalam Investment, Apollo Tyres માં શું કરવું, ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવું - what to do buy sell or hold in jsw energy cholamandalam investment apollo tires | Moneycontrol Gujarati
Get App

JSW Energy, Cholamandalam Investment, Apollo Tyres માં શું કરવું, ખરીદવા, વેચવા કે હોલ્ડ કરવું

Apollo Tyres એફએન્ડઓ સેગમેન્ટના બીજા સૌથી માટા ગેનર સાબિત થયા અને આ 6 ટકાના વધારાની સાથે 204 રૂપિયાના સ્તર પર બંધ થયો.

અપડેટેડ 09:36:52 AM Apr 28, 2022 પર
Story continues below Advertisement

2 ટ્રેડિંગ સેશનમાં ઘટાડા પછી ગઈકાલે એટલે કે 26 એપ્રિલે બજારમાં જોરદાર બાઉન્સબેક જોવા મળ્યું હતું. ગઈકાલના કારોબારમાં ઓટો, એફએમસીજી, મેટલ, ફાર્મા અને બેંક શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.

ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 776.72 પોઈન્ટ્સ અથવા 1.37 ટકાના વધારા સાથે 57,356.61 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 246.85 પોઈન્ટ અથવા 1.46 ટકાના વધારા સાથે 17,200.80 પર બંધ થયો હતો. બીજી તરફ મિડકેપ ઈન્ડેક્સ 1.6 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.2 ટકાના વધારા સાથે બંધ થયા છે.

ગઈકાલના કારોબારમાં Cholamandalam Investment and Finance નો શેર એફએન્ડઓ સેગમેન્ટમાં ટોપ ગેઈનર હતો. ગઈકાલના કારોબારમાં શેર 7 ટકાના ઉછાળા સાથે 764 રૂપિયા પર બંધ થયો હતો. ત્યારે, Apollo Tyres એફએન્ડઓ સેગમેન્ટમાં બીજા ક્રમનો સૌથી મોટો નફો કરનાર સાબિત થયો અને 6 ટકાના વધારા સાથે 204 રૂપિયા પર બંધ થયો.

એક્સપર્ટ્સના સુચવેલા ઈંટ્રાડે કૉલ્સ, જેમાં થઈ શકે છે જોરદાર કમાણી

આ રીતે જ, Adani Ports ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ચોથો સૌથી મોટો ગેઇનર હતો અને ગઈકાલના વેપારમાં 6 ટકાના વધારા સાથે 909.50 પર બંધ રહ્યો હતો. બીજી તરફ, JSW એનર્જીનો શેર રૂ. 346ના સ્તરે 5 ટકાની ઉપલી સર્કિટ પર લૉક કરતો જોવા મળ્યો હતો અને NLC ઇન્ડિયા 5.4 ટકાના વધારા સાથે 85.45 પર બંધ થયો હતો.

આવો Angel Broking ના રૂચિત જૈન પાસેથી જાણીએ છે કે હવે આ શેરોમાં અમારી શું હોવી જોઈએ રણનીતિ

JSW Energy - રૂચિત જૈને 346 રૂપિયાના સ્તરે 315 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આ સ્ટોક પર બાય કોલ કર્યો છે. રૂચિત જૈનનું કહેવું છે કે નજીકના ગાળામાં આ સ્ટોક 395 રૂપિયાનો ટાર્ગેટ દેખાડી શકે છે.

Cholamandalam Investment - રુચિત જૈન કહે છે કે આ શેરે હાયર ટોપ હાયર બોટમ સ્ટ્રક્ચર બનાવ્યું છે જે વર્તમાન સ્તરોથી અપટ્રેન્ડના સંકેતો દર્શાવે છે. આ સ્ટોક ધરાવનારા રોકાણકારોએ 720 રૂપિયાની નીચે સ્ટોપલોસ સાથે રહેવું જોઈએ. આમાં 820 રૂપિયાનો ટાર્ગેટ સરળતાથી જોઈ શકાય છે.

Yes Bank ના એક એક્શનથી આ કંપનીના શેર 20% તૂટ્યા, જાણો શું છે પૂરો કેસ

Apollo Tyres - ડેલી ચાર્ટ પર આ સ્ટૉકે હાયર ટૉપ હાયર બૉટમ સ્ટ્રક્ચર બનાવ્યુ છે. આ સ્ટૉકમાં પ્રાઈઝ અપમૂવની સાથે-સાથે છેલ્લા કેટલાક દિવસોથી સારા વૉલ્યુમ પણ જોવા મળી રહ્યા છે તેમાં તેજીના સંકેત દેખાય રહ્યા છે. રૂચિત જૈનનું કહેવું છે કે જે રોકાણકારો પાસે આ શેર છે તેમણે 191 રૂપિયાના સ્ટોપલોસ સાથે તેમાં રહેવું જોઈએ. બીજી તરફ, નવા રોકાણકારો આ શેરમાં 208 રૂપિયામાં નવી ખરીદી કરી શકે છે. ટૂંકા ગાળામાં આ સ્ટોક 220 રૂપિયાના લક્ષ્યાંકને સ્પર્શી શકે છે.

NLC India - રૂચિત જૈનનું કહેવુ છે કે આ સ્ટૉકમાં 77 રૂપિયાના સ્ટૉપલૉસની સાથે 98 રૂપિયાના લક્ષ્ય માટે ખરીદારી કરવાની સલાહ રહેશે.

Adani Ports - રૂચિત જૈનનું કહેવું છે કે 865 રૂપિયાના સ્તરે આ સ્ટૉકમાં તાત્કાલિક સપોર્ટ છે. જે સ્ટોપલોસ તરીકે કામ કરશે. આ સ્ટૉકમાં 933 રૂપિયા અને 968 રૂપિયાના ટાર્ગેટ હાંસલ થઈ શકે છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 27, 2022 12:58 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.