Exclusive: સ્ટાફિંગ ફર્મ CIEL HR FY23 માં આઈપીઓ દ્વારા એકત્ર કરી શકે છે 1000 કરોડ રૂપિયા - exclusive staffing firm ciel hr may raise rs 1000 crore through ipo in fy23 | Moneycontrol Gujarati
Get App

Exclusive: સ્ટાફિંગ ફર્મ CIEL HR FY23 માં આઈપીઓ દ્વારા એકત્ર કરી શકે છે 1000 કરોડ રૂપિયા

Ma Foi અને તેની તમામ ઘટક કંપનીઓ એક્સપેશન મોડમાં છે અને સ્ટાફિંગ અને એચઆર સૉલ્યુશન્સ કંપનીઓ અધિગ્રહણના સારી તક શોધી રહી છે.

અપડેટેડ 03:55:12 PM Mar 26, 2022 પર
Story continues below Advertisement

CIEL HR IPO: દેશની લીડિંગ સ્ટાફિંગ ફર્મ અને એચઆર સૉલ્યુશન ફર્મ CIEL HR ઇક્વિટી માર્કેટમાંથી આઈપીઓ દ્વારા 1000 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. જણાવી દઈએ કે CIEL HR એક મોટા ગ્રુપ Ma Foiની એક શાખા છે. આ સિવાય કંપની આઈપીઓના થોડા સપ્તાહ પહેલા પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો અને અન્ય રોકાણકારો પાસેથી 1000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે.

Ma Foi HR Servicesના K Pandiarajan (કે પાંડિયારાજન)એ મનીકંટ્રોલ સાથેની એક હાઈ ખાસ વાતચીતમાં કહ્યું કે તેમની કંપની 2023માં તેની કમાણી લગભગ બમણી ફોકસ કરવા પર કરી રહી છે અને કંપની ઓછામાં ઓછા 2000 કરોડ રૂપિયાના નેલ્યૂએસન સાથે સ્ટૉક માર્કેટમાં પ્રવેશ કરશે.

કે પંડિયારાજન (K Pandiarajan)એ મનીકંટ્રોલ સાથેની તેમની વાતચીતમાં કહ્યું કે અમે નાણાકીય વર્ષ 2023માં 2000 કરોડ રૂપિયાના વેલ્યૂએશનની સાથે પ્રાઇમરી બજારમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. હાલમાં અમે આઈપીઓ દ્વારા 1000 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્ય રાખ્યો છે પરંતુ અમારો આ લક્ષ્ય બજારની સ્થિતિ પર નિર્ભર રહેશે અને જરૂરિયાત મુજબ તેમાં બદલાવ કરી શકાય છે.

નોંધનીય છે કે ભારતમાં સ્ટાફિંગ ફર્મ અને એચઆર સૉલ્યુશન્સ કારોબાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં 2 એવી વધુ કંપનીઓ છે જે સ્ટૉક માર્કેટમાં લિસ્ટ છે તેમના નામ Teamlease Services અને Quess Corp છે.

પંડિયારાજને આ વાતચીતમાં વધુમાં કહ્યું છે કે કંપની આઈપીઓ પહેલા ખાનગી રોકાણકારો પાસેથી 100 કરોડ રૂપિયા એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. તેમાંથી 20 ટકા ધનરાશિ compulsory convertible debentures (CCDs)ના દાવારા એકત્ર કરવામાં આવશે જ્યારે 80 ટકા ધનરાશિ પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો પાસેથી એકત્ર કરવામાં આવશે. Ma Foi જલ્દી જ આ ફંડ એકત્રીકરણ યોજનાની ડિટેલ જાહેર કરશે.


જણાવી દઈએ કે પંડિયારાજન તમિલનાડુ સરકારમાં કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે તેમની કંપનીએ આ ફંડ એકત્રીકરણ યોજના માટે ICICI Bankને ઇનવેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકે નિયુક્ત કર્યા છે.

પંડિયારાજન પાસે સ્ટાફિંગ અને એચઆર સૉલ્યુશન્સમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેણે મનીકંટ્રોલને કહ્યું છે કે Ma Foi અને તેની તમામ ઘટક કંપનીઓ એક્સપેશન મોડમાં છે અને સ્ટાફિંગ અને એચઆર સૉલ્યુશન્સ કંપનીઓને અધિગ્રહણ કરવા માટે સારી તકો શોધી રહી છે. તેમણે આ વાતચીતમાં એમ પણ કહ્યું કે અમે આ માટે પહેલાથી જ ટર્મશીટ તૈયાર કરી લીધી છે અને અમે 2 સ્ટૉફિંગ કંપનીઓને અધિગ્રહિત કરવા જાઈ રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 25, 2022 3:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.