આજે ઇન્ટ્રા ડે કારોબારમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 3 ટકાથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. દેશના દિગ્ગજ આઈટી કંપની ટીસીએસ (TCS)એ નાણાકીય વર્ષ 2023ને તેના પહેલા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડામાં ક્વાર્ટરના આધાર પર 185 વેસિસ પ્વાઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને આ 23.1 ટકા પર રહી છે.
આજે આ ઇન્ટ્રા ડે ટ્રેન્ડમાં એનએસઈ પર ટીસીએસ 4 ટકાથી વધારે તૂટીને 3134 રૂપિયા સુધી જતો જોવા મળ્યો છે. જ્યારે Coforge, Mindtree, Larsen & toubro Infotech અને Mphasisના શેરોમાં 3-4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે Tech Mahindra, L&T technology Services, Wipro, HCL, technologies અને Infosysના શેરોમાં 2-2.8 ટકાના નબળાઈ આવી છે.
12.33 બાગ્યાની આસપાસ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 3.31 ટકા ઘડીને 27315 ની નજીક જોવા મળી રહ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 4.5 ટકા ઘટીને 9478 કરોડ રૂપિયા પર રહ્યો છે. જો કે નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાંમાં 9926 કરોડ રૂપિયા પર રહ્યો હતો.
આ સમય ગાળામાં કંપનીનો રૂપિયામાં થવા વાળી આવક ક્વાર્ટરના આધાર પર 50591 કરોડ રૂપિયાથી વધીને 52758 કરડો રૂપિયા પર આવી ગઈ છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં ક્વાર્ટરના આધરા પર 4.3 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા 12628 કરોડ રૂપિયાથી ઘટીને 12186 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. જ્યારે એબિટડા માર્જિન ક્વાર્ટરના આધાર પર 24.96 ટકાથી ઘટીને 23.12 ટકા પર આવી ગયો છે.
હવે શું છે બ્રોકરેજની સલાહ
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2024 સુધી માર્જિન પર દબાણ રહેવાની આશા છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ટીસીએસને buy રેટિંગ આપતા 3785 રૂપિયાના ટારગેટ આપ્યો છે. આ પ્રકારના નોમુરાનું કહેવું છે કે ઑર્ડર બુકમાં નબળાઈ અને ક્રૉસ કરેન્સી સમસ્યાને કારણે ટીસીએસના રેવેન્યુ 10.8 ટકાથી ઘટીને 9 ટકા પર આવી શકે છે. અનુમાન છે કે રેવેન્યૂ ગ્રોથની નજરથી ટીસીએસ ઇન્ફોસિસની સરખામણીમાં પાછળા રહી શકે છે.
હાલમાં 12.40 વાગ્યાની આસપાસ ટીસીએસના શેર એનએસઈ પર 145.65 રૂપિયા એટલે કે 4.44 ટકાના ઘટાડા સાથે 3118.90ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.