DB Realty Share Price: DB રિયલ્ટી લિમિટેડનો શેરમાં ગુરુવારે ઉપલી સર્કિટ લાગ્યો અને BSE પર આ સ્ટૉક 5 ટકાના વધારાની સાથે 96.10 રૂપિયા પર બંધ થયો હતો. આ મલ્ટિબેગર સ્ટૉક (multibagger Stock) છેલ્લા એક મહિનામાં 95 ટકા વધ્યો છે અને છેલ્લા 6 મહિનામાં તે તેમાં 256 ટકાથી પણ વધુ વધ્યો છે. એક વર્ષ પહેલા ફેબ્રુઆરી 2021માં આ શેર 18 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતો અને આજે તે 403 ટકાથી પણ વધારે 96 રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે.
શેર ઈન્ડિયા સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ હેડ, રવિ સિંઘે કહ્યું કે, “DB Realtyના શેર ઘણી અટકળોની સાથે કારોબાર થઈ રહ્યો છે, પરંતુ તેનો વોલ્યુમ ઓછું છે. તેના ફંડામેન્ટલ્સ પણ નબળા છે, જે ભાવમાં તેજીને સમર્થન નથી આપતા. જો કે, જો ટેક્નિકલ સેટઅપ જુઈએ તો, આ રિયલ્ટી સ્ટૉક આ ગતિ અને વોલેટિલિટીની સાથે 100 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે. રોકાણકારોને સતર્ક રહેવા માંગે અને આ તકનો ઉપયોગ તે પ્રોફિટ બુકિંગ માટે કરી શકે છે."
ગોદરેજ પ્રૉપર્ટીઝે ગુરુવારે કહ્યું કે તે કન્વર્ટિબલ વોરંટના રૂપમાં ડીબી રિયલ્ટીમાં સંભવિત રોકાણનું મૂલ્યાંકન કરી રહી છે. ગોદરેજ પ્રોપર્ટીઝની યોજના DB રિયલ્ટી સાથે મળીને એક જ્વાઇન્ટ વેન્ચરબનાવાની છે, જે સ્લમ પુનર્વાસ અને MHADAના પુનર્વિકાસ પરિયોજનઓને જોશે.
મુંબઈ મુખ્યાલય વાળી DB રિયલ્ટીએ ગયા મહિને શેર બજારોને કહ્યું હતું કે તે પ્રમોટર્સ અને રોકાણકારોને વોરંટ જાહેર કરીને 563 કરોડ રૂપિયા એકત્ર કરવાના તેના પ્રસ્તાવ પર શેરધારકોની મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં છે.
DB રિયલ્ડીમાં શેર બજારના જાણીતા રોકાણકારો રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)એ પણ રોકાણ કર્યું છે. ડિસેમ્બર 2021 સુધીની કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાની DB રિયલ્ટીમાં 2.06 ટકા હિસ્સો છે.
Swastika Investmart Ltdના રિસર્ચ હેડ સંતોષ મીનાએ કહ્યું કે, “DB રિયલ્ટીના શેરોમાં એસ આધાર પર તેજી જારી છે કે કંપની ફંડ એકત્ર કરવાની યોજના પર વિચારી કરી રહી છે. રિયલ્ટી સેક્ટર પર ઓવરઑલ હવે આઉટલૂક બુલિશ છે. જો કે, DB રિયલ્ટીની નાણાકીય સ્થિતિ અને વેલ્યૂએસનમાં હાલમાં આવી ભારી તેજી, કઈક એવી પહેલૂ છે જો ચિંતા વધારે છે. તેના માટે, હું આ સેક્ટરમાં શોભા, પ્રેસ્ટિજ, ઓબેરૉય રિયલ્ટી સાથે રહેવા માંગુ છું."