પોઝિટિવ ગ્લોબલ વલણ, રુપિયામાં રિક્વરી આવતા કંપનીઓના શેરોમાં જોવા મળી રેલી - a positive global trend saw a rally in the stocks of recovery companies in the rupee | Moneycontrol Gujarati
Get App

પોઝિટિવ ગ્લોબલ વલણ, રુપિયામાં રિક્વરી આવતા કંપનીઓના શેરોમાં જોવા મળી રેલી

છેલ્લા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સમાં 2.67 ટકાનો વધારો થયો જ્યારે નિફ્ટીમાં 2.62 ટકાની તેજી જોવા મળી

અપડેટેડ 10:00:57 AM Aug 01, 2022 પર
Story continues below Advertisement

શુક્રવાર 29 જુલાઈના પૂરા થતા કારોબારી સપ્તાહ દરમિયાન ભારતીય ઈક્વિટી બજારમાં 2 ટકાથી વધુની વૃદ્ધી જોવા મળી. યુએસ ફેડની આશા મુજબ વ્યાજદરો વધાર્યા. પોઝિટિવ ગ્લોબલ વલણ દ્વારા ભારતીય બજારોમાં તેજી જોવા મળી. ભારતીય રુપિયમાં રિકવરી, ભારતીય ઉદ્યોગ જગતમાંથી સારા ત્રિમાસિક પરિણામો અને સ્થાનિક બજારોમાં FIIs ફરીથી આવવાથી રોકાણકારોના સેન્ટીમેન્ટને સપોર્ટ મળ્યો.

છેલ્લા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ 1,498.02 અંક ( 2.67 ટકા) ઉછળીને 57,570.25 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 50 438.85 અંક (2.62 ટકા) ની તેજી સાથે 17158.3 ના સ્તર પર બંધ થયો. જો કે જુલાઈ મહિનામાં બંને મુખ્ય ઈન્ડેક્સમાં 8.5 ટકાની તેજી આવી.

બીએસીઈ લાર્જ કેપ ઈન્ડેક્સમાં 2.5 ટકાની તેજી આવી. તેમાં Bajaj Finserv, Bajaj Finance, Tata Steel, SBI Life Insureance Company, Induslnd Bank ના શેરોમાં મજબૂતી આવી. જ્યારે Zomatom PB Fintech, One 97 Communications Paytm અને Dr Reddy’s Laboratories ના શેર નબળા જોવા મળ્યા.

ઓલાના સીઈઓએ ઉબર સાથે મર્જરની વાતને તદ્દન ખોટી સાબિત કરી

બીએસઈ મીડ કેપ ઈન્ડેક્સમાં 1.6 ટકા મજબૂત થયો. તેમાં Hindustan Aeronautics, Jindal Steel & Power, Bajaj Holdings & Investment, Page Industries, Nuvoco Vistas Corporation, Adani Power અને Sun TV Network માં તેજી જોવા મળી. જ્યારે Mahindra & Mahindra Financial Services, Shriram Transport Finance Corporation, GlaxoSmithKline Pharmaceuticals, Biocon અને Indraprastha Gasમાં ઘટાડો જોવા મળ્યો.


બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સમાં 1 ટકાની તેજી રહી. તેમાં Cerebra Integrated Technologies, Yaari Digital Integrated Servieces, D-Link India, Astra Microwave Products, Diamines and Chemicals, Sree Rayalaseema Hi Strength, Navin Fluorine International અને Suryoday Small Finance Bank અન્ય શેરોમાં 15-27 ટકાની તેજી જોવા મળી. જ્યારે Tanla Platforms, Sharda Cropchem, Steel Exchange India, Bajaj Hindusthan Sugar અને Hindustan Foods જેવા શેર 15-6 ટકા તૂટ્યા.

બીએસઈ સેન્સેક્સના શેરમાં Tata Consultancy Services, Bajaj Finserv અને Asian Paints ની માર્કેટ કેપ સૌથી વધુ વધી. બીજી તરફ Dr Reddy’s Laboratories, Kotak Mahindra Bank અને Mahindra and Mahindraની માર્કેટ કેપ સૌથી વધુ ઘટી.

સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી મેટલ 7.7 ટકા વધ્યો. નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ 5 ટકા વધી. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 3.5 ટકા વધારો જોવા મળ્યો.

છેલ્લા કારોબારી સપ્તાહમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 145.87 કરોડ રુપિયા શેર વેચ્યા. જ્યારે બીજી તરફ સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 2238.51 કરોડ રુપિયાના શેર ખરીદ્યા.

જ્યારે જુલાઈની વાત કરીએ તો FIIs એ કુલ 6,567.71 કરોડ રુપિયાના શેર વેચ્યા છે જ્યારે DIIsએ કુલ 10,546.02 કરોડ રુપિયાના શેર ખરીદ્યા છે.

છેલ્લા કારોબારી સપ્તાહના રેકોર્ડ નીચેના સ્તર પર પહોંચ્યા બાદ ભારતીય રુપિયામાં રિક્વરી જોવા મળી. તે 29 જુલાઈના 59 પૈસા વધીને 79.26 પ્રતિ ડોલર પર બંધ થયો. જ્યારે 22 જુલાઈના 79.85ના સ્તર પર બંધ થયો.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 30, 2022 1:13 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.