આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 17600 ની પાર બંધ થયા જ્યારે સેન્સેક્સે 59708 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 17,972.20 સુધી પહોંચી તો સેન્સેક્સ 60,773.44 સુધી પહોંચ્યો હતો.
સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.96 ટકા ઘટીને 24,406.63 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.10 ટકા ઘટાડાની સાથે 27,894.98 પર બંધ થયા છે.
અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 158.18 અંક એટલે કે 0.27% ની મજબૂતીની સાથે 59708.08 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 45.90 અંક એટલે કે 0.26% ની તેજીની સાથે 17616.30 ના સ્તર પર બંધ થયા છે.
આજે બેન્કિંગ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.03-5.68 ટકાનો ઘટાડો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.35 ટકાના ઘટાડાની સાથે 40,513 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, આઈટી શેરોમાં વધારો દેખાયો.
આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઈટીસી, ટાટા સ્ટીલ, બ્રિટાનિયા, સિપ્લા અને એચડીએફસી બેન્ક 1.37-2.18 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ અને એસબીઆઈ 4.79-26.70 ટકા સુધી ઘટીને બંધ થયો છે.
મિડકેપ શેરોમાં ઈન્ડિયન હોટલ્સ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, જિંદાલ સ્ટીલ, બજાજ હોલ્ડિંગ્સ અને પોલિકેબ 2.57-8.15 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં મેક્સ ફાઈનાન્શિયલ, ન્યૂ ઈન્ડિયા એસ્યોર, હિંદુસ્તાન એરોન, કેનેરા બેન્ક અને જુબિલન્ટ ફૂડ્ઝ 6.38-9.97 ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મૉલકેપ શેરોમાં ધ હાઈ-ટેક ગેયર, ડેટા પેટર્ન્સ, એજિસ લોજિસ્ટિક્સ, યુનિકેમ લેબ્સ અને એજીઆઈ ગ્રિન પેક 8.09-12.44 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં હરનબા, અરહિંત કેપિટલ, મોનાર્ચ નેટવર્ક, સવિતા ઑયલ ટેક અને વિમતા લેબ્સ 9.56-20 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.