વરસાદની અનિયમિતાને લઇ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડતું હોય છે. તો વધુ પડતી સિંચાઈને કારણે પણ પાકને નુકસાન થતું હોય છે.. એવામાં હવે ઓછા પાણીમાં પણ વધુ ઉત્પાદન મેળવવા ગુજરાતના ખેડૂતો ટપક સિંચાઈ તરફ આગળ વધ્યા છે.
વરસાદની અનિયમિતાને લઇ ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડતું હોય છે. તો વધુ પડતી સિંચાઈને કારણે પણ પાકને નુકસાન થતું હોય છે.. એવામાં હવે ઓછા પાણીમાં પણ વધુ ઉત્પાદન મેળવવા ગુજરાતના ખેડૂતો ટપક સિંચાઈ તરફ આગળ વધ્યા છે.
ખેડૂતો માટે સિંચાઈ પ્રાણપ્રશ્ન છે. યોગ્ય સિંચાઈ વિના પાક લેવો અશક્ય છે. ત્યારે સિંચાઈની ટપક પદ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. આ એક એવી સિંચાઈ પદ્ધતિ છે, જેમાં પાણીનો બગાડ નહીવત્ થાય છે. ખેતરમાં નાની કાળી પાઈપથી સિંચાઈ કરવાની હોય છે.
પાઈપમાંથી પાણીના ટીપા બરાબર પાકના મૂળિયા પર જ પડે છે. એટલે પાણીનો બગાડ અટકે છે. આ ઉપરાંત ટપકપદ્ધતિના પ્લાન્ટ પર મીટર લગાવેલું હોય છે, જ્યાંથી ખેડૂત જે તે પાકને જોતાં પાણીનું પ્રેશર નક્કી કરી શકે છે. મોટા પાકના વાવેતર બાદ ટપક પદ્ધતિ ઘણી ઉપયોગી સાબિત થઇ છે. સૂક્ષ્મ સિંચાઈની આ પદ્ધતિને વધુને વધુ ખેડૂતો અપનાવી રહ્યા છે.
ટપક પદ્ધતિ અપનાવનાર ખેડૂતોનું માનીએ તો તેમનું વળતર વધ્યું છે. મહિલા ખેડૂતો શાકભાજીનું ઉત્પાદન કરી વર્ષે સારી એવી કમાણી કરી રહી છે. ટપક પદ્ધતિથી સિંચાઈનો સૌથી મોટો ફાયદો એ છે કે વીજળી દિવસે મળે કે રાત્રે, પાણી વાળવા જવું પડતું નથી. જે નાથી મહિલાઓની મહેનત ખાસ્સી બચી જાય છે.
પાણી નો બગાડ થતો ન હોવાથી નિંદામણની કામગરી પણ ઘટે છે. ટપક પદ્ધતિનો પ્લાન્ટ ગોઠવવા પાછળ એકથી દોઢ લાખ રૂપિયનો ખર્ચ આવે છે. જો કે સરકાર તેમાં 50 ટકા સબસિડી આપે છે. એટલે ખેડૂતો પર આર્થિક ભારણ નથી આવતું. ટપક પદ્ધતિના સૌથી મોટા ફાયદાની વાત કરીએ તો, તેનાથી પાકને કેટલું પાણી આપવું તે ખેડૂત પોતાની રીતે નક્કી કરી શકે છે. ફક્ત એક કલાક મોટર ચાલુ રાખવાથી તમામ જગ્યાએ પાણી પહોંચે છે અને વીજળીની બચત થાય છે.
ઉત્પાદન અને વળતર વધારનાર ટપક પદ્ધતિ અપનાવનાર ખેડૂતો અન્ય ખેડૂતોને પણ આ પદ્ધતિ અપનાવવા સલાહ આપી રહ્યા છે. કેન્દ્રની દીર્ઘદ્રષ્ટિવાળી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર તેમજ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રુપાણીની સંવેદનશીલ સરકાર ખેડૂતોની મદદ માટે તત્પર છે.
જેને જોતાં આધુનિક ખેતી માટે અનેક કાર્યશાળાઓ યોજવામાં આવે છે, જેમાં ખેડૂતોને માર્ગદર્શન અપાય છે. રાજ્ય સરકાર સમય, પાણી, મહેનત અને ખર્ચને બચાવનાર ટપક પદ્ધતિને પ્રોત્સાહન આપીને ખેડૂતોનું જીવન ખુશખુશાલ બનાવી રહી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.