બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
RBIનો BOBની એપ્લિકેશન પર નવા ગ્રાહકો જોડવા પ્રતિબંધ. બેન્ક ઓફ બરોડા Bob World અંગે મૂક્યો પ્રતિંબધ. નવા ગ્રાહકો જોડતી સમયે ધ્યાનમાં આવેલી સમસ્યાના આધારે નિર્ણય લેવામાં આવ્યો. RBIએ હાલના ગ્રાહકોને કોઈ તકલીફ નહીં પડે તેની ખાતરી કરવા કહ્યું. બેન્કે કહ્યું 'Bob World' પર નાવ ગ્રાહકો જોડવાની પ્રક્રિયાને મજબૂત કરીશું. RBIની ચિંતાઓ દૂર કરવા માટે પહેલાથી જ સુધારાત્મક પગલાં લીધા. બાકી રહેલી ખામીઓને પણ દૂર કરવા માટે પગલા લઈશું. વહેલી તકે ઉકેલવા લાવવા RBI સાથે મળીને કામ કરીશું. જૂના ગ્રાહકોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે તેની ખાતરી. ઓર્ડરથી બેન્કની અન્ય ડિજિટલ બેન્કિંગ ચેનલોને અસર નહીં. ગ્રાહકોને ખાતરી આપીએ છીએ અમારી એપ્લિકેશન સંપૂર્ણ રીતે સુરક્ષિત. RBIના નિર્દેશથી બેન્કના બિઝનેસ પર કોઈપણ અસર પડશે નહીં.
$7 બિલિયન વેચાણની યોજના અંગે પરિવારમાં વિવાદ. પરિવારના કેટલાક સભ્યોએ આશરે 1,200 રૂપિયા પ્રતિશેરના સોદાની કિંમત પર સવાલ કર્યો છે. આઠ દાયકા જૂના બિઝનેસમાંથી બહાર નીકળવાના નિર્ણય પર સવાલ છે. કોઈપણ વેચાણમાં ધાર્યા કરતાં વધુ સમય લાગી શકે છે. હમીદ પરિવારમાં હજુ સર્વસંમતિ બની શકી નથી. સારું પ્રિમિયમ મળે તો જ પ્રમોટરો હિસ્સો વેચી શકે છે. સોફી અહેમદ, સમીના હમીદ એકસાથે 7.93% હિસ્સો ધરાવે છે. સોફી અહેમદ, સમીના હમીદ સોદાની તરફેણમાં નથી. સિપ્લાના પ્રમોટર પરિવારના તમામ સભ્યોને ઇનકાર કરવાનો પ્રથમ અધિકાર છે. 2017માં SEBI પાસેથી મંજૂરી મળી હતી.
16 ઓક્ટોબરથી MCX નવા કોમોડિટી ડેરિવેટીવ પ્લેટફોર્મથી LIVE થશે. 9 ઓક્ટોબરે SEBIની ટેક પેનલ તરફથી MCXને મંજૂરી મળી હતી. નવા પ્લેટફોર્મ પર કામકાજ શિફ્ટ કરવા મંજૂરી મળી. 3 ઓક્ટોબરે નવા પ્લેટફોર્મ પર શિફ્ટ થવાના હતા.
વર્ષ દર વર્ષના આધાર પર સિમેન્ટ ઉત્પાદન 6,03,520 mtથી 9% વધી 6,59,300 mt છે. વર્ષ દર વર્ષના આધાર પર સિમેન્ટ ડિસ્પેચ 6,04,786 mtથી 11% વધી 6,69,587 mt છે.
કંપનીને સતના માઈનિંગ કલેક્ટર કચેરીએ 8.42 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો. કેપ્ટિવ માઇનિંગમાંથી લાઈમસ્ટોનના વધારાના ઉત્પાદનના જૂના કેસમાં દંડ. 2000-01 થી 2006-07 સુધી વધારાનુ પ્રોડક્શન કરાયું. પર્યાવરણ મંજૂરી વગર વધારાનુ પ્રોડક્શન કર્યું હોવાથી દંડ લગાવ્યો. કંપનીએ કહ્યુ EIA ના જોગવાઈઓમાં અસ્પષ્ટતાને કારણે કંપનીએ મંજૂરી ન લીધી હતી. EIA નોટિફિકેશનના 1994ની જોગવાઈઓમાં અસ્પષ્ટતા છે. 2 ઑગસ્ટ, 2017 ના SC ના ચુકાદામાં અસ્પષ્ટતા સ્પષ્ટ કરી. કંપની પાસે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પૂરતી મંજૂરીઓ એ સમયે હતી.
કંપનીએ Triumph Scrambler (ટ્રાયમ્ફ સ્ક્રેમ્બલર) 400X લોન્ચ કરી. શરૂઆતી કિંમત 2.62 લાખ રૂપિયા નક્કી કરી છે. હીરો મોટો કોર્પે લોન્ચ કરેલી Harley-Davidson X440ની સીધી ટક્કર છે. એવા સમયે આ લોન્ચ આવ્યું છે જ્યારે આવતા સપ્તાહથી Harley-Davidson X440ના નવા બૂકિંગ શરૂ થવાના છે.
વિપ્રોએ FPEL ઉજવલમાં 9.95% હિસ્સો સબ્સ્ક્રાઇબ કર્યો. કંપનીએ 1 સપ્ટેમ્બરે હિસ્સો ખરીદવા માટે 6.30 કરોડ રૂપિયાના કરાર કર્યા હતા. FPEL ઉજ્વલનો સોલર પાવર ક્ષેત્રમાં કામ કરે છે.
ભારતમાં ‘Fine Organic Industries (SEZ)’ નામથી સબ્સિડરીનિું ગઠન કર્યું.
કંપનીના ચેરમેન અને ડિરેક્ટર શિવશંકર મુખર્જીએ રાજીનામું આપ્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.